બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાના 37 વિદ્યા સહાયકોના પૂર્ણ પગારના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાના 37 વિદ્યા સહાયકોના પૂર્ણ પગારના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો


બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાના 37 વિદ્યા સહાયકોના પૂર્ણ પગારના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના 37 વિદ્યા સહાયકોના પૂર્ણ પગારના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.બોટાદ જિલ્લાના શિક્ષણ વિભાગે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ગૌરવ વધાર્યુ છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ભરત વઢેરના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીની અવિરત કામગીરી થકી જિલ્લામાં 37 વિદ્યા સહાયકોને તેમના ફરજમાં જોડાયાના પાંચ વર્ષ પૂર્ણ થયાના દિવસે જ પૂર્ણ પગારના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆતમાં ભગવાનપરા સરકારી શાળાના બાળકોએ સુંદર પ્રાર્થનાગીત રજૂ કર્યું હતું.કાર્યક્રમના અંતે ફરજ પર જોડાયાના પાંચ વર્ષ પૂર્ણ થયાના દિવસે જ પૂર્ણ પગારના હુકમોનું વિતરણ કરવા અંગે શિક્ષકોએ પોતાના મંતવ્યો રજૂ કરી અન્ય શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી હતી.કાર્યક્રમમાં ટી.પી.ઈ.ઓ, બી.આર.સી.સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.