શિશુવિહાર પ્રાંગણમાં 84વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું...... - At This Time

શિશુવિહાર પ્રાંગણમાં 84વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું……


શિશુવિહાર પ્રાંગણમાં 84વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું......

ભાવનગર શ્રી હરીશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ વેગડ ના માર્ગદર્શન નીચે ક્રિડાંગણના તાલીમાર્થીઓ દ્વારા ડંબેલ્સ, લેઝીમ, પિરામિડ અને લાઠી ના પારંપરિક ભારતીય વ્યાયામ નું નિદર્શન થયું.... આ પ્રસંગે શિશુવિહાર ની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્વ શ્રી મહાશ્વેતાબેન ત્રિપાઠીની સ્મૃતિમાં રોટરી રાઉન્ડ - ટાઉન ના પૂર્વ પ્રમુખ શ્રી હરીશભાઈ ભટ્ટ , ચિદાનંદ પ્રાર્થના મંડળ ના સંયોજક શ્રી વર્ષાબહેન શુક્લ તથા ડૉ.શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી નું વિશિષ્ટ અભિવાદન થયું...
સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્ર ભાઈ દવે , શ્રી બકુલ ભાઈ ચાતુર્વેદી , શ્રી શબનમ બહેન કપાસી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહ માં 10 સ્કાઉટ તાલીમાર્થી ઓનું નિયમિત વિદ્યાર્થી તરીકે અભિવાદન થયું તથા મુબંઈ સ્થિત શ્રી શારદાબહેન હર્ષદરાય પંડ્યા તરફ થી વિદ્યાર્થી ઓને શૂઝ વિતરણ કરવામાં આવ્યું....
હોળી પ્રાગટ્ય અને ધાણી ખજૂર દાળીયા ના પ્રસાદ સાથે આનંદભેર યોજાયેલ સમારોહમાં 5 દસકા ની આયુષ વટાવી ગયેલા બધા વિદ્યાર્થીઓએ ફાગણ ના ગીતો પણ ગયા ..અને સ્વરુચિ ભોજન નો આનંદ લીધો હતો. પ્રતિવર્ષ યોજાતા પૂર્વ વિદ્યાર્થીઓના ભાવાત્મક કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવના બહેન પંડ્યાએ કર્યું હતું....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.