લુણાવાડા શહેરમાં દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનો પર લોકોની ભીડ જામી
વિજયા દશમી નિમિત્તે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાને પહોંચ્યા હતા અને આખો દિવસ ફરસાણની દુકાને ફાફડા જલેબી ખાવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. આમ આખો દિવસ લોકોએ ગરમ ગરમ ફાફડા-જલેબી ખાવાની મજા માણી હતી. જોકે મોંઘવારીની ખાણી પીણી પર અસર જોવા મળી રહી છે. તેમ છતાં ફાફડા-જલેબીના શોખીનોએ આનંદ ઉલ્લાસથી દશેરાની ઉજવણી કરીને ફાફડા-જલેબી ખાધી છે.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.