બાલાસિનોર કન્યાકુમારી થી અયોધ્યા રામ મંદિર જતાં પદયાત્રીઓ બાલાસિનોરથી ભવ્ય વિદાય
કન્યાકુમારી થી અયોધ્યા રામ મંદિર જવા માટે પદયાત્રીઓ બાલાસિનોર પહોંચ્યા હતા. તેઓનું બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તેમજ ઉદસિંહ ચૌહાણ જાનકી દેવરાજ ગૃપ તાલુકા અધ્યક્ષ પ્રિતેશભાઈ ઠાકોર સહિત ધર્મપ્રેમી જનતાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને બાલાસિનોર ટાઉન પી.આઈ. અંશુમન નીનામા અને પોલીસ સ્ટાફ આ પદયાત્રીને કોઈપણ મુશ્કેલી ના પડે તેના માટે જરૂરી સૂચનો કર્યા હતા.
કન્યાકુમારી થી અયોધ્યા રામ મંદિર જવા માટે પદયાત્રાએ નિકળેલા શ્રધ્ધાળુ યાત્રીઓ બાલાસિનોર ફગવા નાકાથી વિશ્વ હિન્દુ પરિષદ સહિત ધર્મપ્રેમી જનતાએ ભવ્ય રેલી સ્વરૂપે નિકળીને ગ્રીન હોટલ ખાતેથી ભવ્ય તેમની વિદાય આપવામાં આવી હતી. પદયાત્રીઓને નિર્વિઘ્ને યાત્રા સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જય જય રામના નારાઓથી ભક્તિમય વાતાવરણ બન્યું હતું.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.