શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડિંગ સંચાલિત કન્યા છાત્રાલય અને શ્રી શ્યામ વિદ્યાલય માં આજે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડિંગ સંચાલિત કન્યા છાત્રાલય અને શ્રી શ્યામ વિદ્યાલય માં આજે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રજાસત્તાક દિન આખો દેશ દેશ ભક્તિના રંગે રંગાયો છે ત્યારે આજના મુખ્ય અતિથિ શ્રી વિવેક ધીરુભાઈ ગોહિલ નાં હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.અને પ્રજાસત્તાક વીશે વિદ્યાર્થીનીઓને સંબોધન કર્યું હતું.આ ઉપરાંત અતિથિ વિશેષ નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી શ્રી ગોહેલ સાહેબે ઉપસ્થિત રહી મનનીય પ્રવચન આપ્યું હતું.તથા બોર્ડિંગના ટ્રસ્ટી અને ખજાનચી શ્રી કિશોરભાઈ ચોટલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.અને અતિથિ ઓ નું શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું.તથા સેવા સંસ્થાના પ્રમુખ શ્રી વજુભાઈ કાચા,એન.કે. ટાક સાહેબ, હરિભાઈ મોરવાડિયા, ભગવાનજીભાઈ ચૌહાણ, પી.પી ટાંક,તેમજ છાત્રાલય ના ગૃહમાતા હેતલબેન ચાવડા, નટુભાઈ ચોથાણી સાહેબ તથા કર્મચારીઓ માં અંકિતા મેડમ જીતુભાઈ ટાંક, ભૌતિકભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન આચાર્ય શ્રી પ્રવીણભાઈ મારૂ કર્યું હતું. અને આભાર વિધિ ચોથાણી સાહેબે કરી હતી.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરાયાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.