બરવાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે બરવાળા ખાતે સમુદાય સંચાલિત તાલીમ કેન્દ્રનુ લોકાર્પણ કરાયુ - At This Time

બરવાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે બરવાળા ખાતે સમુદાય સંચાલિત તાલીમ કેન્દ્રનુ લોકાર્પણ કરાયુ


સ્વ સહાય જૂથની બહેનોને ઘર આંગણે તાલીમ મળી રહે તે માટે બરવાળામાં 19 લાખના ખર્ચે તાલીમ હોલ બનાવાયો

બરવાળા તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં સમુદાય સંચાલિત તાલીમ કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા અને જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિશ્રી પાલજીભાઈ પરમારના વરદ હસ્તે સમુદાય સંચાલિત તાલીમ કેન્દ્રનુ રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ્ં આ તકે બરવાળા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા પંચાયાત પ્રમુખ વીરેન્દ્રભાઈ ખાચર દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવતા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને તેમની સહાય અંગે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં નાવડા મોડેલ સીએલએફ પ્રમુખના પ્રતિનિધિ બહેનો દ્વારા મિશન મંગલમ યોજના અને સામુદાયીક તાલીમ કેન્દ્ર વિશે લોકોને માહિતગાર કર્યા હતા. જેમાં મિશન મંગલમ યોજના અંગે સમજાવતા ભીમનાથના જ્યોતિબેન ચૌહાણે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી તેઓ મિશન મંગલમ્ યોજના સાથે સંકળાયેલા છે. તેમના સખી મંડળનુ નામ “નારી શક્તિ સ્વ-સહાય જૂથ” છે. મંડળમાં 10 બહેનો સભ્ય તરીકે જોડાયેલી છે. તેમને સરકારશ્રી દ્વારા રિવોલીંગ ફંડમાં 15000 રૂપીયાની સહાય મળી હતી. ત્યારબાદ 1,50,000 રૂપિયાની સહાય સીઆઈએફ ફંડમાંથી મળી હતી. જેનો ઉપયોગ આર્થિક ઉપાર્જન અને ધંધાકીય પ્રવૃત્તિ માટે કરે છે. જેમાંથી તેને ઘણો લાભ મળે છે. મિશન મંગલમ યોજના અંતર્ગત 'સરસ મેળા'નું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં બહેનો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટને તેઓ વેંચે છે અને સીધી આવક મેળવે છે વધુમાં સામુદાયિક તાલીમ કેન્દ્ર વિશે માહિતી આપતા ખામીદાણા સખી સંઘના પ્રમુખ જેજલિયા રિંકુબેને જણાવ્યું હતું કે, બહેનોને યોગ્ય તાલીમ મળી રહે તે માટે નાવડા સીએમટી કેન્દ્રનું લોકાર્પણ થતાં ખુશી મળી રહી છે. પહેલા અમારા બહેનોને તાલીમ માટે બીજા જિલ્લાઓમાં જવું પડતું, પરંતુ હવે અમારા તાલુકામાં જ તાલીમ કેન્દ્ર બની રહ્યું છે, જેથી હવે અમારી બહેનોને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. સરકારના આ પ્રયાસથી હવે અમારી બહેનોની આ મુશ્કેલી અવસર બનીને સામે આવી છે. હવે અમારી બહેનો માત્ર તાલીમ લેશે જ નહીં પરંતુ સીઆરપી તરીકે અન્ય બહેનોને તાલીમ પણ આપશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, TMTC સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.