પરિણીતાના ઘરમાં ઘુસી મકાન માલીકના સંબંધી ત્રણ શખ્સોની બીભત્સ માંગણી
થોરાળા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મકાન માલિકના સગા વિશાલ, નીતિન, જીગરના નામ આપ્યા હતા.એ અંગે પોલીસે કાર્યવાહી કરી છે.
પરિણીતાની ફરિયાદ મુજબ, થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા છીએ.પોતે પણ પતિને આર્થિક મદદરૂપ થવા મજૂરીકામ કરે છે.રવિવારે રાતે પોતે અને પુત્ર ઘરે હતા.ત્યારે મકાન માલિકના સગા વિશાલ, નીતિન, જીગર ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તારી જોડે અમારે વાત કરવી છે,તારા મોબાઇલ નંબર આપ. જેથી હું તેવી નથી તમે બધા ઘરની બહાર નીકળો તેમ કહી ઠપકો આપ્યો હતો.
ત્યારે ત્રણેય શખ્સ લાજવાને બદલે ગાજવા લાગ્યા તું ધંધો કરે છે,કેટલા રૂપિયા લઇશ,તું કહે એટલા રૂપિયા આપીશું નું કહેવા લાગ્યા હતા.જેથી ત્રણેયને બહાર નીકળવાનું કહેતા તેમને પોતાની સાથે ઝઘડો કરી તમાચા મારી દીધા હતા.ઘરમાં દેકારો મચી જતા મકાન માલિકની માતા ઘરમાં આવ્યા હતા
આ ત્રણેય મારા જેઠના દીકરા છે.તું એમની સાથે માથાકૂટ ન કરતી તેમ કહી પોતાને સાઇડમાં લઇ ગયા હતા.બાદમાં ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા.ત્યાર બાદ પતિને ફોન કરી બનાવની જાણ કરતા તેઓ ઘરે આવ્યા હતા અને હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો.જેથી પોલીસ ટીમ ઘરે આવી પોતાને થોરાળા પોલીસ મથક લઇ ગયા હતા અને ત્યાં મકાન માલિકના સગા એવા ત્રણેય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.આ અંગે એએસઆઇ પી.એન.ત્રિવેદીએ ગુનો નોંધી ત્રણેય શખ્સને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.