ભાઇએ મોબાઇલ ના આપતા ઝેર પી લેનાર બહેનનું મોત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xexyyz8lb6i6qaao/" left="-10"]

ભાઇએ મોબાઇલ ના આપતા ઝેર પી લેનાર બહેનનું મોત.


આ અંગેની વિગત એવી છે કે વિશ્રામપુરા ગામમાં કુંભાર ફળિયામાં રહેતા સુરેશ મુળજીભાઇ પાટણવાડિયા અને તેમની પત્ની રેખા તા . ૧૯ ના રોજ પોતાના ખેતરમાં ગયા હતા ત્યારે ઘરમાં હાજર પુત્રી સંધ્યા ( ઉ . વ . ૧૮ ) એ પોતાનો મોબાઇલ નાના ભાઇ પાસે માંગતા મોટી બહેનને મોબાઇલ આપવાની ભાઇએ ના પાડી હતી . નાના ભાઇએ મોબાઇલ નહી આપતાં મનમાં લાગી આવતા સંધ્યાએ ઝેરી દવા પી લેતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે . વડોદરા શહેર પોલીસ દ્વારા સંધ્યા અને તેના માતા - પિતાની પૂછપરછ કરતાં તે સમયે જાણવા મળ્યું હતું કે સંધ્યાના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી સાસરી પક્ષ દ્વારા સંધ્યાને ઉપયોગ માટે મોબાઇલ અપાયો હતો અને આ મોબાઇલ માટે બંને ભાઇ - બહેન વચ્ચે ઝઘડો થતા સંધ્યાએ ઝેરી દવા પી લીધી હતી . હોસ્પિટલમાં સંધ્યાની સારવાર એક સપ્તાહ સુધી ચાલી હતી અને ગઇકાલે સાંજે તેનું મોત નિપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]