હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સહયોગ કૃષ્ઠ ટ્રસ્ટની મુલાકાત લીધી
હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સહયોગ કૃષ્ઠ ટ્રસ્ટની મુલાકાત લીધી..............
હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયના સ્કાઉટ ગાઈડ બાળકોએ સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટની મુલાકાત લીધી. તા. 25 સપ્ટેમ્બર, સોમવારના રોજ બપોરે એક કલાકે હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયની સ્વામી વિવેકાનંદ સ્કાઉટસેના ના બાલવીરોએ અને રાણી લક્ષ્મીબાઈ ગાઈડ કંપનીની વીર બાળાઓએ સ્કાઉટ માસ્ટર શ્રી નીતિનભાઈ ગુર્જર અને વિમલભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યાં હતા. સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ સોની એ ખુબજ સાથ સહકાર આપીને ત્યાંના કર્મચારી શ્રી દિનેશભાઈ વાણીયાએ ગૌશાળા,ચરખા દ્વારા દોરા બનાવવા માટે નું ચરખા મશીન, માનસિક દિવ્યાંગોની કેવી રીતે કાળજી લેવામા આવે છે અને કૃષ્ઠ રોગ થયેલ હોય તેવા દર્દીઓ ની સારવાર એ વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી પી ડી દેસાઈની રાહબારી નીચે થયું હતું. શાળાના બાળકોને આ મુલાકાતથી વિવિધ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.