સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા- શાખપુર ખાતે B.I.S. પ્રાદેશિક કચેરી- રાજકોટના અધિકારી શ્રી પ્રહલાદ પટેલ ની અધ્યક્ષતા માં વિદ્યાર્થીઓને ભારતીય માનક બ્યૂરો વિશે સ્પર્ધાને નિબંધલેખન
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા- શાખપુર ખાતે B.I.S. પ્રાદેશિક કચેરી- રાજકોટના અધિકારી શ્રી પ્રહલાદ પટેલ ની અધ્યક્ષતા માં
વિદ્યાર્થીઓને ભારતીય માનક બ્યૂરો વિશે સ્પર્ધાને નિબંધલેખન
દામનગર ના શાખપુર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા- શાખપુર.૨૨ ,ફેબ્રુઆરી, ૨૦૨૩.બુધવાર.B.I.S તરીકે શાળાના ગૌરવપૂર્ણ સભ્યપદ હેઠળ ક્લબ (ભારતીય ધોરણોનો બ્યુરો)સ્ટાન્ડર્ડ્સ અને ક્વોલિટી ના એમ્બેસેડરનું પાલન-પોષણ અંતર્ગત આજે, શાળામાં નિબંધ લેખન ની 2.જી સ્પર્ધા/પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું છે.B.I.S.ની ભૂમિકા ભારતીય બજારમાં આ તકે B.I.S. પ્રાદેશિક કચેરી- રાજકોટના અધિકારી શ્રી પ્રહલાદ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય માનક બ્યૂરો વિશે ખૂબ જ ઉપયોગી તથા આ સ્પર્ધાને અનુલક્ષીને હકીકતલક્ષી નિબંધલેખન કેવી રીતે કરી શકાય? તેની વિસ્તૃત સમજણ આપી હતી.
શાખપુર ગ્રામ પંચાયત તથા ગામ પરિવાર શાખપુર સરપંચશ્રી જશુભાઈ ખુમાણ, પૂર્વ સરપંચ શ્રી લખમણભાઈ બલર, શ્રી નઝીરભાઈ મલેકની પ્રેરક અને પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.
પ્રથમ, દ્વિતીય, તૃતીય અને પ્રોત્સાહન ઇનામમાં કેટેગરી મુજબ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કર્યા હતાં. તમામ વિદ્યાર્થીઓએ સ્પર્ધા/ પ્રવૃતિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષકશ્રી અને B.I.S. mentor પાર્થ તેરૈયાએ કર્યું હતું.
શિક્ષકશ્રી મેઘાબેન પારેખ અને પ્રિયંકાબેન ગૌસ્વામી તથા શિક્ષક શ્રી ત્રિવેદી અને શ્રી ખોખર દ્વારા નિર્ણાયક તરીકે મહત્વની ભૂમિકા રહી હતી. શ્રી અગવાન તેમજ મીનાઝબેન દ્વારા કાર્યક્રમની સુંદર વ્યવસ્થા માટે તમામ પ્રયત્નો કર્યા હતાં.
કાર્યક્રમને અંતે આભારવિધિ શાળા પરિવાર વતી આચાર્યશ્રી સુનિલકુમાર ગોયાણી એ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.