સુરત ગ્રીન આર્મી સંસ્થા નું વિવેક અભિયાન ૧૫૦ સોસાયટી માંથી ૪ ટન વડા એકત્રિત કર્યા. કકળાટ કાઢવા ની અંધશ્રદ્ધા હટાવો અન્ન બચાવો
સુરત શહેર ની ૧૫૦ સોસાયટી માંથી ગ્રીન આર્મી સંસ્થા ના સ્વંયમ સેવકો એ ૪ ટન વડા એકત્રિત કર્યા અતિ મોંઘી વિવિધ દાળ અને ખાદ્ય તેલ માં થી કકળાટ કાઢવા ચોરા ચાવડી ઉપર ફેંકવામાં આવેલ વડા થેપલા એકઠા કરી વિવેક અભિયાન ચલાવ્યું અંધશ્રદ્ધા હટાવો અન્ન બચાવો નો સુંદર સદેશ આપ્યો હતો
અંધશ્રદ્ધા થી દૂર રહેવા અને અન્ન નો બગાડ નહિ કરવા સમાજને સંદેશ આપવા સુરત ખાતે છેલ્લા પાંચ વર્ષ થી સેવા ના સાથી એવા શ્રી મનસુખભાઈ કાસોદરિયા દ્વારા તેમજ મા મિત્ર મંડળ નિતેશ વઘાસીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદસ ના રોજ રાત્રે અનોખુ આયોજન કર્યું કે જે જાહેર જનતા ચોક માં વડા પૂરી કે ખાદ્ય પદાર્થ મૂકવા આવે તે તમામ ખાદ્ય ચીજ વસ્તુ અંદાજે ચાડા ત્રણ ટન જેટલું ઉત્તમ ખાદ્ય દ્રવ્ય એક્ઠું કરી ટેમ્પા મા લઇ મૂંગા પશુઓ જેમ કે ગાય બળદ કામરેજ ની આખાં ખોલ ગૌશાળ મા મોકલવામાં આવ્યુ અબોલ જીવ ને પીરસી દેવામાં આવે છે આ કાર્ય કરવાનો મુખ્ય હેતુ અંધશ્રદ્ધા દૂર કરી શકીએ અન્નનો બગાડ થતો અટકે ખાદ્યપદાર્થ પલળી ને વાસ આવે અને માંદગી નો ફેલાવો પણ અટકાવી શકાઈ છે સમાજ સેવા ના સાથી મનસુખભાઇ કાસોદરિયા કઈંક ને કંઇક અનોખી રીતે પ્રેરણાત્મક થતાં રહ્યાં છે શુ આ રીતે કકળાટ નીકળી જતો હશે ખરો ? પરંપરા રિવાજ કે શ્રદ્ધા જે કહો તે પણ ઉત્તમ સ્વાદિષ્ટ અનેક પ્રકાર ની મોંઘી દાળ અને ખાદ્ય તેલ માં અતિ મહેનત પછી બનેલ વડા થેપલા પુરી આવી રીતે ચોરા ચાવડી ઉપર કકળાટ કાઢવા થી નીકળતો હશે ? રામ જાણે શ્રદ્ધા હોય કે પરંપરા રિવાજ જે કહો તે પણ માનવી વિવેક પંથી બને તો કકળાટ દૂર ચોક્કસ થઈ શકે છે તેમાં કોણ ના કહી શકે દરેક જીવાત્માનું કલ્યાણ થાય તેવા સુંદર વિવેક પંથ ચાલતા આ યુવાનો ની સમગ્ર ટીમ નો વિવેક ખરેખર હદયસ્પર્શી છે તેના બતાવ્યા ના વિવેક પંથે ચાલવા થી લાભ થાય છે કે નહીં પણ નુકશાન તો નથી જ આવો અનોખો જીવન મંત્ર ધરાવનાર શ્રી મનસુખભાઈ કાસોદરિયા ની સેવાને લાખ લાખ વંદન
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.