જેસર ગામને અંદાજે સવા કરોડ ના કામો નું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત નો કાર્યક્રમ જેસર ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qjfj9t8nrrfxtkae/" left="-10"]

જેસર ગામને અંદાજે સવા કરોડ ના કામો નું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત નો કાર્યક્રમ જેસર ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવેલ


તારીખ 22/10/2022 શનિવાર ધનતેરસ ના રોજ જેસર ગામ ને અંદાજે સવા કરોડ ના કામો નું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત નો કાર્ય ક્રમ જેસર ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવેલ

જેસર -ગારીયાધાર-101 વિધાન સભાના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી સાહેબના વરદ હસ્તે તેમજ જેસર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી ,ગ્રામ પંચાયત ના સભ્યોશ્રીઓ,જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,જેસર તાલુકાના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, તમામ જ્ઞાતિના વડીલો-આગેવાનો,જેસર તાલુકાના ગામો ના સરપંચ શ્રીઓ ની ઉપસ્થિતિમા ખાત મુહૂર્ત તેમજ થઈ ગયેલ કામોનું લોકાર્પણ કરીને જેસર ગામને દીપાવલી-નવા વર્ષના તહેવાર મા અંદાજે સવા કરોડ ના કામો ની ભેટ આપેલ છે.
આ અંદાજે સવા કરોડના કામોમા
ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ,
જિલ્લાપંચાયત ની ગ્રાન્ટ,
15℅ વિવેકાધીન ગ્રાન્ટ,
એ.ટી.વિ.ટી ની ગ્રાન્ટ,
15 મા નાણા પંચ ની ગ્રાન્ટ.
વગેરે જેવી ગ્રાન્ટો દ્વારા ગામ મા વિવિધ જાહેર જગ્યા, રોડ રસ્તા ઉપર
અંડર ગ્રાઉન્ડ ગટરો,
પેવિંગ બ્લોક,
જાહેર શૌચાલયો,
પાણી ની લાઈનો ,
CC રોડ,
CCTV કેમેરા,
પાણીની નવી મોટરો,વાયર,
મહિલા સ્નાન ઘાટ ના કામો વગેરે જેવા કામો નો સમાવેશ થાય છે.
તદઉપરાંત જેસર-ગારીયાધાર 101 વિધાન સભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી સાહેબની ભલામણ થી મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામા જેસર સાવરકુંડલા રોડ થી નાના વેજલા ભારથી બાપાના આશ્રમ-રામેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રસ્તા ઉપર અંદાજે 25 લાખ ના ખર્ચે CC રોડ ને મંજૂર કરી આપવામાં આવેલ

રીપોટર-અશોક ચૌહાણ

જેસર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]