મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની ચક્ષુદાતા જોગાણી વાત્સલ્ય મૂર્તિ સ્વ શાંતાબેન પરિવાર ની અપીલ - At This Time

મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની ચક્ષુદાતા જોગાણી વાત્સલ્ય મૂર્તિ સ્વ શાંતાબેન પરિવાર ની અપીલ


મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની
ચક્ષુદાતા જોગાણી વાત્સલ્ય મૂર્તિ સ્વ શાંતાબેન પરિવાર ની અપીલ

લાઠી તાલુકા ના વીરપુર ના હાલ સુરત સ્થિત જોગાણી પરિવાર ના વાત્સલ્ય મૂર્તિ શાંતાબેન કેશુભાઈ જોગાણી નુ દેહાંવસાન થતા. સદગત ના પરિવારજનો ચીમનભાઈ - અસ્વીનભાઈ- કનુભાઈ- જોગાણી જાગૃતિ થી લોકદ્રષ્ટી ચક્ષુબેક ડો પ્રફુલ્લભાઈ શિરોયા ને જાણ કરાતા ઓપ્થલ્મીક આસી. દિનેશભાઈ જોગાણી નેત્રદાન સ્વીકારવા વેલજા શેખપુર જગદીશભાઈ જોગાણી સહયોગ થી ચક્ષુદાન સ્વ જોગાણી શાંતાબેન ના પરીવાર તેમના પતિ કેશુભાઈ અને પુત્ર રત્નો પ્રવીણભાઈ, દિનેશભાઈ પૌત્રરત્ન જય, મીત, પૌત્રી રત્ન જાનકી પુત્રવઘુ બકુલાબેન —દમું બહેન અને પૌત્રવઘુ ભાવીશાબેન અને દિકરી ગૌરીબેન કાળુભાઈ સાંગાણી, કંચનબેન કનુભાઈ સાંવલિયા ની ઉપસ્થિતિ મા નેત્રદાન કરી જોગણી પરિવારે સુંદર સદેશ આપ્યો હતો દિનેશભાઈ જોગાણી એ નેત્રદાન ની જરુરીયાત તેમજ નેત્રદાન કોણ આપી શકે. કોણ ના આપી શકે તેવી વિશેષ માહીતી પરીવાર ને આપી હતી. લોકદ્રષ્ટી ચક્ષુબેક ના સ્થાપક ટ્રસ્ટી પ્રતાપભાઈ વલ્લભભાઈ જોગાણી પરિવાર ના છે નેત્રદાતા પરીવાર નો ચક્ષુબેક , રેડ કોર્સ બલ્ડ સેન્ટર , લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના સભ્યો આભાર વ્યક્ત કરે છે. નેત્રદાતા પરિવાર ની ઉદત સમાજ પ્રત્યે ની ભાવના સુપરે નોંધ લેવાય હતી અને ચક્ષુદાન માટે હદયસ્પર્શી શીખ આપતો સંદેશ આપ્યો હતો મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની જોગણી પરિવાર ની જાગૃતિ પ્રેરક અપીલ કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.