જેસરનાં બેડા ગામે 2 વ્યક્તિઓ પર રાનીપશુ દ્વારા હીંચકારો હુમલો
જેસર તાલુકાના બેડા ગામે 2 વ્યક્તિ ઉપર રાણીપશુ દ્વારા હુમલો
મળતી માહિતી મુજબ બેડા ગામે વહેલી સવારે વાડી વિસ્તારના રસ્તામાં દીપુભાઈ બોધાભાઈ મકવાણા ઉ.વર્ષ 37 રે. બેડા ગામ જે પોતાના કામ માટે વહેલી સવારે ગામના શોર્ટ માર્ગે સાંકડા રસ્તા પર જઇ રહ્યા હતા તેવામાં અચાનક સિંહે ત્રાડ મારી હુમલો કર્યો જેમાં દીપુભાઈના બન્ને પગ પર ગંભીર ઈજા પહોંચી હતી
રાનીપશુ દ્વારા હુમલો થતા બુમાબુમ કરતા લોકો આવી પહોંચતા સિંહ ભાગતા ભાગતા સામે આવતા એક વ્યક્તિ ઇસ્માઇલભાઇ પર પણ હુમલો કર્યો જયા તેને પણ પગ અને મોઢાના ભાગે ઇજાઓ થઈ જાણવા મળ્યું હતું
ઈસ્માઈલભાઈને સિંહ દ્વારા મોઢા લઇને ઢસડીને ભાગવાની કોશિશ કરી હતી ત્યારે આજુબાજુના લોકો ભેગા થઈ જતાં સિંહ ત્યાંથી ભાગી ગયો ત્યારબાદ ઇજાગ્રસ્ત બન્ને વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ
રીપોટર-અશોક ચૌહાણ
જેસર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.