સમસ્ત મહાજન દ્વારા 8મી જુલાઈથી 10મી જુલાઈ સુધી પાલિતાણામાં ત્રણ દિવસીય પંચગવ્ય નિદર્શન યોજાશે 50 જેટલી સંસ્થાઓ પોતાના સ્ટોલ રાખશે
સમસ્ત મહાજન દ્વારા 8મી જુલાઈથી 10મી જુલાઈ સુધી પાલિતાણામાં ત્રણ દિવસીય પંચગવ્ય નિદર્શન યોજાશે
50 જેટલી સંસ્થાઓ પોતાના સ્ટોલ રાખશે
પાલીતાણા વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા "સમસ્ત મહાજન" દ્વારા પાલિતાણા, સોનગઢ ખાતે 8 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન ત્રિ-દિવસીય ‘વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પંચગવ્ય નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં 'કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાજી મુખ્ય અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. આ ત્રિ-દિવસીય મહાસંમેલનમાં ગ્રામ્ય વિસ્તારોમાં તમામ મહાજનો દ્વારા કરવામાં આવેલ કાર્યોની સમીક્ષા બેઠક, પાલિતાણા શહેરમાં સ્વચ્છતા અભિયાન, જેમાં પાલિતાણાની શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે તેમજ અધિકારીઓ, રાજકારણીઓ, પ્રાધ્યાપકો વગેરે ભાગ લેશે. કાર્યક્રમમાં સ્નેહમિલન સંમેલન, ગુજરાતનાં એક આદર્શ ગામ હાણોલ, પાલીતાણાની મુલાકાત, સમસ્ત મહાજન દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવતા વિકાસ કાર્યોનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આચાર્ય ભગવંતજીનાં આશિર્વચન, સમસ્ત મહાજનનાં પદાધિકારીઓ, કાર્યકર્તા સમિતિ બેઠક વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. ગાયનાં પંચગવ્ય નિર્મિત શેમ્પૂ, સાબુ અને ગૌમૂત્ર વડે બનાવેલ સૌંદર્ય પ્રસાધનો, દવા સહિત ગાય આધારિત ઉત્પાદનો વિશેની જાણકારી અને સમજ આ સંમેલનમાં આપવામાં આવશે. સંમેલનમાં સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ, નાગપુર, બંસી ગીર ગૌ શાળાનાં ગોપાલ ભાઈ સુતરીયા, દેવલાપરથી સુનીલ માનસિંગકા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનાં દિલીપભાઈ સખિયા, શ્રીજી ગૌશાળાનાં પ્રભુદાસભાઈ તન્ના, નિરાલી પેઇન્ટનાં કિશોર ભાઈ, ગૌ વેદિક સંસ્થા, હિંસા મુક્ત સ્ટોલ, સુમિત ગુરબાની, શ્રી ઔષધાલય ગૌ શાળાનાં વિજય રાબડિયા, શાંન્તધન ગીર ગૌશાળા ઓર્ગેનિક, મધુ ગૃહ ઉદ્યોગ, વૈદિક વ્યવસ્થાનાં જીગ્નેશભાઈ વેગડ, નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રનાં મેઘજી ભાઈ હિરાણી, ગોપી ગૌ વિજ્ઞાન કેન્દ્રનાં ચેતન ભાઈ સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા સહિતની 50 જેટલી સંસ્થાઓનાં સ્ટોલ્સ અને માર્ગદર્શન રાખવામાં આવશે. આ ત્રણ દિવસીય ‘વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’ નાં ‘ગૌ ટેક સ્ટોલ’ વિશે વધુ માહિતી માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (મો. 98200 20976), સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી પરેશભાઈ શાહ (મો. 98193 01298), દેવેન્દ્ર જૈન (મો. 98251 29111), ગિરીશભાઈ સત્રા (મો. 98201 63946), મિત્તલ ખેતાણી (મો. 98242 21999) અને અજયભાઈ શેઠ (મો. 94262 28018) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.