સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંદીપ કુમાર (IAS), ડામોરજી, ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડની મુલાકાત લીધી
સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે
ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંદીપ કુમાર (IAS), ડામોરજી, ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડની મુલાકાત લીધી
ગાંધીનગર ગૌશાળા, પાંજરાપોળોને પ્રતિ પશુદીઠ મળતી, દૈનિક, કાયમી સબસીડીની વધારીને રકમ રૂ. ૧૦૦ કરવા સહિતનાં જીવદયા, ગૌસેવાનાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થઇ ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંદીપ કુમાર (IAS), ડામોરજી, ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડની મુલાકાત લીધી. બેઠક દરમિયાન, પશુપાલન ક્ષેત્રે નવી પહેલો અને સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દેશી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવો, પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવું, ગૌચર જમીનનો વિકાસ, પાંજરાપોળો અને ગૌશાળાઓની માળખાકીય સુવિધાઓ માટે ભંડોળની ફાળવણી, મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજનાની સબસિડીમાં વધારો કરી પ્રતિ પશુદીઠ મળતી, દૈનિક, કાયમી સબસીડીની રકમ રૂ. 100 કરવી, પશુપાલન વ્યવસ્થાપનમાં સુધારો અને પ્રાકૃતિક ખેતીમાં રોકાયેલા ખેડૂતોને સહાય પૂરી પાડવી સહિતની બાબતો પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય મિત્તલ ખેતાણી અને સાથી ટીમનાં માર્ગદર્શનમાં દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા એક વર્ષથી રાજ્યોનાં મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી ઈત્યાદિને રૂબરૂ મળી જીવદયા, ગૌસેવાનાં અનેકવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી રહી છે અને આ અંગે ખુબ સારી સફળતા પણ પ્રાપ્ત થઇ છે. હાલમાં દેશનાં 8 રાજ્યોમાં પશુદીઠ સબસીડી શરુ થઇ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો પણ પ્રાપ્ત થયો છે. ભવિષ્યમાં પણ આવા કાર્યો થતાં રહેશે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.