મિલકત ખરીદીમાં રોકડાનો હિસાબ આપો, ITની નોટિસ - At This Time

મિલકત ખરીદીમાં રોકડાનો હિસાબ આપો, ITની નોટિસ


રૂ.15થી રૂ.50 લાખ સુધીનું રોકાણ કરનાર 500થી વધુ લોકોને ITએ ખુલાસા પૂછ્યા

માર્ચ મહિનો પૂરો થવાને આડે હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવા નાણાકીય વર્ષ માટે આયોજન શરૂ થઇ ગયા છે, તો બીજી બાજુ આવકવેરા વિભાગે જૂના હિસાબ-કિતાબ ખોલ્યા છે. જેમાં ત્રણથી ચાર વર્ષ પહેલાં મિલકતમાં રૂ. 15થી 50 લાખ સુધીનું રોકાણ કરનાર અંદાજિત 500થી વધુ લોકોને આવકવેરા વિભાગે નોટિસ આપી છે. નોટિસમાં જણાવ્યું છે કે, તમે મિલકત ખરીદ કરી છે, પરંતુ રિટર્નમાં જે ઓનના પૈસા ચૂકવ્યા તેનો હિસાબ આપ્યો નથી તેની માહિતી આપો.અંદાજિત આ રીતે રૂ.500 કરોડની ટેક્સ-પેનલ્ટીની વસૂલાત કરવામાં આવશે. તેમ સીએ રાજીવ દોશીએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.