બે સંતાન ની માતા છુટ્ટા છેડા ની અરજી લઇ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર આવતા સમગ્ર મામલો થાળે પાડતા કાઉન્સેલિંગ દ્વારા 14વર્ષ નો ઘર સંસાર તૂટતાં બચ્યો બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ની દરમ્યાનગીરી થી 14 વર્ષ નો ઘર સંસાર તેમજ 2 બાળકો નુ ભાવિ બચ્યું - At This Time

બે સંતાન ની માતા છુટ્ટા છેડા ની અરજી લઇ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર આવતા સમગ્ર મામલો થાળે પાડતા કાઉન્સેલિંગ દ્વારા 14વર્ષ નો ઘર સંસાર તૂટતાં બચ્યો બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ની દરમ્યાનગીરી થી 14 વર્ષ નો ઘર સંસાર તેમજ 2 બાળકો નુ ભાવિ બચ્યું


બે સંતાન ની માતાનો ૧૪ વર્ષનો ઘરસંસાર તૂટતું બચાવતું બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરનું દાખલારૂપ પગલું બનાવની વિગત એ છે કે બે સંતાનોના માતા નામે ગીતાબેન (નામ બદલેલ છે) આશરે ૧૪ વર્ષના લગ્નના સમયગાળા બાદ પતિ દ્વારા છેલ્લા ચાર વર્ષથી નશાની હાલતમાં મારઝુડ કરવી, અપશબ્દો કહેવા, ચારિત્ર્યની બાબતે શંકા રાખી માનસિક તથા શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો ગીતાબેન દ્વારા સંતાનોના લીધે તથા પિયરમાં સામાજિક લાંછન ન લાગે તે હેતુથી ઘણું બધું સહન કર્યું હતું, અરજદારના પતિ પણ પોતાના માતાના તથા ભાઈના કહ્યામાં ન હતા, અરજદારે આખરે કંટાળીને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર પોતાની આપવીતી જણાવીને પતિથી છૂટાછેડા લઈને અલગ થવાની બાબત જણાવી હતી. કચેરી દ્વારા મહિલાની સંપૂર્ણ વિગતો સાંભળીને સમગ્ર કેસનું વિશ્લેષણ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અરજદાર દ્વારા આખરે મૌન તોડીને સૌપ્રથમ પોતાના ભાઈને સમગ્ર બાબત જણાવી હતી, અને ૨ વર્ષ પહેલા અરજદાર પોતાના પિયરમાં જતા રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન અરજદારના સાસુ મળવા માટે આવતા પણ પતિ દ્વારા ઘર સંસાર તૂટતો બચાવવા માટેનો કોઈ જ પ્રયત્ન ન હતો, આખરે અરજદારે ગામના આગેવાનોના માધ્યમથી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર જઈને છૂટાછેડા લેવાનો આખરી નિર્ણય કર્યો હતો પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા સમગ્ર કેસની વિગતો બારીકાઇથી અભ્યાસ કરી અરજદારના પતિનું કાઉન્સેલીંગ હાથ ધર્યું હતું, જેમાં તેઓને નશાની કુટુંબ જીવન પર પડતી વિનાશાત્મક અસરો તેમજ બાળકોનું ભાવી એ માતા-પિતા બંનેની સહિયારી જવાબદારી છે તે વિષે જણાવ્યું હતું તેમજ નશાથી સામાજિક જીવન બરબાદ થઇ જાય છે તેવી સમજ આપવામાં આવેલ હતી આ વિષયે અરજદારના સાસુ અને અને પતિની વચ્ચે પણ અબોલા હોય તે બાબતે અરજદારના સાસુ સાથે પરામર્શ કરી તેઓના અબોલા અંગે પણ સમાધાન કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે બાળકો સાથે પણ કાઉન્સેલર દ્વારા વાર્તાલાપ કરતા બાળકોએ પણ માતા-પિતા બંનેના પ્રેમની જરૂર હોય એ બાબત માતા-પિતાની હાજરીમાં જણાવી હતી, અને આ દ્રશ્ય જોઇને અરજદાર અને તેના પતિ બંનેની આંખમાં આંસુ આવી જતા કચેરીનું સમગ્ર વાતાવરણ ભાવવિભોર બન્યું હતું અને આખરે બે વર્ષ બાદ ૧૪ વર્ષનો ઘર સંસાર ફરીથી મહેકતો થયો હતો, બંને પક્ષો દ્વારા આ સુખદ સમાધાન માટે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના બંન્ને કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ, હાલ આ દંપતી ખુશીથી આશરે 3 મહિના થી સાથે રહે છે તથા અઠવાડિક ટેલિફોન અને 15 દિવસે રૂબરૂ ફોલોઅપ માટે સેન્ટર પર આવે છે બાળકોને પણ એક ઉમદા પારિવારિક માહોલ મળવાથી પૂરી ધગશથી પોતાના ભાવિને ધ્યાનમાં લઇ ઉત્તમ શિક્ષણ લઇ રહ્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.