જુના કટારીયા પી.એચ. સી ના સબ સેન્ટર લાકડિયા 1 મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી
ભચાઉ તાલુકાના જુના કટારીયા પી.એચ.સી ના લાકડિયા સબસેન્ટર 1 ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણ સિંહ સાહેબ તેમજ જુના કટારીયા પી.એચ.સી ના મેડીકલ ઓફીસર ડો.રીનાબેન પ્રજાપતિ તેમજ ડૉ. ભૂમિકા બેન ના માર્ગદર્શન હેઠળ સબ સેન્ટર લાકડિયા 1 મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન કુમાર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાજુભાઈ પરમાર, ફિમેલ હેલ્થ વર્કર અશ્વિની બેન દ્વારા કિશોર- કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો,15થી19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ, સરગવો,મીઠો લીમડો,સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી,આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ગોળી નું વિતરણ કરવામાં આવ્યું અને ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપી તેમજ આરોગ્યલક્ષી સેવા અંગે માહીતી આપી. તેમજ કિશોરીઓની ઊંચાઈ, વજન અને લોહી ની તપાસ કરવામા આવી. આ કાર્યક્રમમાં આશા બહેન હાજર રહ્યા હતા તેમજ કિશોર- કિશોરીઓને નાસ્તો પણ આપવામા આવ્યો હતો.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.