મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ખાતે મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહ ( પૂજન ) ની ઊજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ખાતે મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહ ( પૂજન ) ની ઊજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુર અંબે માતાજી ના મંદિર તુલસી વિવાહ ( પૂજન ) ઉત્સવ ની ધામધૂમ થી મુનપુર મહિલા મંડળ દ્વારા ઊજવણી કરવામાં આવી.

કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ જોવા મળે છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે.આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે

શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે.તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે.પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે.તો આજના દિવસના લોકો કંસાર વહેંચીને પણ તુલસી વિવાહ ઉજવણી કરે છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image