સાયલા તાલુકાના સુદામડા ગામે ખાણ, ખનીજ વિભાગ ની મોટી રેડ.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અગાઉના સમયમાં એક સપ્તાહમાં પાંચ શ્રમિકોના મૃત્યુ નીપજ્યા હતા. આવા વારંવાર અનિચ્છનીય બનાવ ન બને તે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેવી રીતે સાયલામાં પણ અનેક સ્થળોએ ગેરકાયદેસર ખોદકામ થાય છે.જેમા સાયલા તાલુકાના સુદામડા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડી મોટા પ્રમાણમાં મુદ્દા માલ જપ્ત કર્યો હતો. સુદામડા ગામે રેડ દરમિયાન 15 જેટલા ડમ્પરો, હિટાચી જેવા અનેક મશીન જપ્ત કરી કુલ અંદાજે પાંચ કરોડ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં સાથે સાથે ચેકિંગ હાથ કરતા મોટા પ્રમાણમાં વિસ્ફોટક પણ મળી આવ્યા હતા. જેનાથી ઊંડી ખાણોમાં બ્લાસ્ટ કરવા માટે વપરાય છે. જેના લીધે આજુબાજુના રહીશ મકાનોમાં તિરાડો પડી જતી હોય છે તેમજ ખેડૂતને નુકસાન થાય છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.