દહેગામ ના ચેખલાપગીમાં ચોરો નો આતંક.ગામમાં ચાર દિવસમાં એક ભેંસ અને બાઈક ચોરાયું - At This Time

દહેગામ ના ચેખલાપગીમાં ચોરો નો આતંક.ગામમાં ચાર દિવસમાં એક ભેંસ અને બાઈક ચોરાયું


દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં ચોરીના વધતા બનાવો. એક ભેંસ અને બાઈક ચોરાયું. પ્રાપ્ત માહિતી અનુસાર ચેખલાપગી ગામની સેવા સહકારી મંડળીના બાજુમાં કંથારપુરા રોડ પર રહેતા અશોકસિંહ અંદરસિંહ ચૌહાણ નું ઘરે પાર્ક કરેલ બાઈક નંબર GJ18 DB 3269 તારીખ 3/11/2023 ના રોજ રાત્રે બે એક વાગ્યાં ની આસપાસ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી નાસી છૂટ્યા હતા જયારે બીજો બનાવ ચેખલાપગી ગામના વાસણા ચૌધરી રોડ પર આવેલ ગોડાજી બબાજી રાઠોડ ના ઘર આંગણે બાંધેલી ભેંસને અજાણ્યા ઈસમો ગાડીમાં નાખી ફરાર થઇ ગયેલ હતા જે બાદ પરિવારજનો એ બુમાબુમ કરતા ચોરો નાસી જવા પામ્યા હતા આ બનાવ અંગે ચેખલાપગી તેમજ આજુબાજુના ગામોમાં પશુચોરો તેમજ વાહન ચોરીના બનાવોથી સમગ્ર પંથકમાં દહેશત વ્યાપી ગઈ છે. ગામલોકો દ્વારા દહેગામ પોલીસને ગામમાં પેટ્રોલિંગ વધારવા પણ માંગ કરેલ છે.

રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.