વિરપુરના જોધપુર ગામે નિરંકારી ભક્તો દ્વાર ‘સ્વચ્છ જલ સ્વચ્છ મન’ પરિયોજના અંતર્ગત તળાવની સ્વચ્છતા કરવામાં આવી…
વિરપુર તાલુકામા નિરંકારી મિશન દ્વારા પ્રોજેકટ અમૃત અંતર્ગત સ્વચ્છ જલ-સ્વચ્છ મન પરિયોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ-સ્વચ્છ મનનો શુભારંભ કરાયો હતા જેમાં સવાર બાર વાગ્યાની આસપાસ નિરંકારી ભકતો વિરપુર તાલુકાના જોધપુર ગામના ભાથીજી મંદિર પાસેના તળાવના કિનારે ઝાડી ઝાંખરા,પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ-સ્વચ્છ મન અને સ્વચ્છ જળ સ્વચ્છ વિરપુર થીમ સાથે તળાવ ખાતે સાફ સફાઈ કરવા ઉતરી પડ્યા હતા આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ગામના યુવાનો સહિતના સંત નિરકારી મિશનના સદસ્યો સહિત સ્થાનિક લોકોએ જોધપુર ગામનુ તળાવના તટની સાફ-સફાઈ કરી સમગ્ર ગામને સ્વચ્છતા રાખવાનું આહ્વાન કરી સ્વચ્છ જળ અને સ્વચ્છ મન તેમજ સ્વચ્છ જળ અને સ્વચ્છ વિરપુરનું સૂત્ર આપ્યું હતું...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.