રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ “કલરવ-૨૦૨૫” યોજાશે. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ “કલરવ-૨૦૨૫” યોજાશે.


રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સાંસ્કૃતિક ક્ષમતાને બહાર લાવી, ઉજાગર કરવાના હેતુથી વાર્ષિકોત્સવ “કલરવ-૨૦૨૫” કાર્યક્રમ તેમજ વર્ષ ૨૦૨૪ની ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “ઇનામ વિતરણ” કાર્યક્રમનું આયોજન આવતીકાલ તા.૮/૧/૨૦૨૫, બુધવારના રોજ સવારે ૧૦ કલાકે પૂ.પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. “કલરવ-૨૦૨૫” કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડૉ.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમભાઈ પુજારા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતી ચેરમેન રસિલાબેન સાકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ૬ હાઈસ્કુલમાં ધોરણ ૯ થી ૧૨માં (1) શ્રી પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલમાં કુલ-૨૮૯ (૨) શ્રી વીર સાવરકર વિદ્યાલયમાં કુલ-૮૪ (૩) શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલમાં કુલ-૪૪૦ (૪) શ્રી એકનાથ રાનડે વિદ્યાલયમાં કુલ-૯૫ (૫) શ્રી મુરલીધર વિદ્યા મંદિરમાં કુલ-૮૫ (૬) શ્રી મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયમાં કુલ-૭૭ એમ કુલ-૧૦૭૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ સાંસ્કૃતિક કાર્યક્રમ “કલરવ-૨૦૨૫”માં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.