રાજકોટમાં ભાવનગર રોડ પર 4.50 કરોડના ખર્ચે સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર, દૈનિક 200 બસની અવરજવર રહેશે
રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટ પણ દિવસે દિવસે ચારેય દિશામાં આગળ પથરાઈ રહ્યું છે ત્યારે એક બાદ એક માળખાકીય સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ઢેબર રોડ પર બસપોર્ટ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસસ્ટેન્ડ બનાવવા સરકારે જાહેરાત કર્યા બાદ રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે જેને આગામી ટૂંક સમયમાં રાજકીય નેતાના સમય મળ્યે લોકાર્પણ કરી કાર્યરત કરવામાં આવશે. આ બસ સ્ટેન્ડ 1326 ચોરસ મીટર જગ્યામાં 13 પ્લેટફોર્મ સાથે 4.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.