આણંદ જિલ્લામાં મતદાતાઓ … ..5મી ડીસમ્બર એટલે મતદાન દિવસ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબકકામાં યોજવામાં આવનાર છે. તદ્અનુસાર આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકો માટે તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો આજથી અમલ થતાં જ આદર્શ આચારસંહિતાનું જિલ્લામાં ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એસ. ગઢવીએ જણાવ્યું છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવાની સાથે પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયા સાથે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ સ્થળે લગાવેલ રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ જણાવ્યું કે, આણંદ જિલ્લામાં કુલ ૧૭,૬૪,૩૮૪ મતદારો નોંધાયેલા છે તે પૈકી ૩૩,૫૧૬ નવા યુવા મતદારો નોંધાયા છે જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓનો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે.
તેમણે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ૧૧૨-આણંદ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ૩,૧૩,૮૫૭ મતદારો નોંધાયેલા છે, જેમાં ૧,૫૯,૧૨૨ પુરૂષ, ૧,૫૪,૭૩૦ સ્ત્રી અને ૦૫ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જયારે સૌથી ઓછા ૨,૨૦,૬૬૩ મતદારો ૧૧૪-સોજિત્રા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા છે. જેમાં ૧,૧૩,૮૨૧ પુરૂષ, ૧,૦૬,૮૩૫ સ્ત્રી અને ૦૭ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જયારે ૧૦૮-ખંભાત વિધાનસભા બેઠકમાં ૧૨,૦૬૮૫ પુરૂષ, ૧,૧૨,૭૦૨ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૩૩,૩૮૮ મતદારો, ૧૦૯-બોરસદ વિધાનસભા બેઠકમાં ૧,૩૪,૬૫૮ પુરૂષ, ૧,૨૬,૫૨૩ સ્ત્રી અને ૦૫ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૬૧,૧૮૬ મતદારો, ૧૧૦-આંકલાવ વિધાનસભા બેઠકમાં ૧,૧૪,૮૪૬ પુરૂષ અને ૧,૧૦,૨૩૪ સ્ત્રી મતદારો મળી કુલ ૨,૨૫,૦૮૦ મતદારો, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકમાં ૧,૩૮,૧૬૦ પુરૂષ, ૧,૩૨,૭૪૩ સ્ત્રી અને ૦૫ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૭૦,૯૦૮ મતદારો અને ૧૧૩-પેટલાદ વિધાનસભા બેઠકમાં ૧,૨૨,૦૧૮ પુરૂષ, ૧,૧૭,૧૭૭ સ્ત્રી
અને ૧૦૭ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૩૯,૩૦૨ મતદારોનો સમાવેશ થાય છે.
શ્રી ગઢવીએ આણંદ જિલ્લામાં નોંધાયેલ મતદારોમાં ૧૫,૯૫૮ દિવ્યાંગ મતદારો, ૧૩૦ થર્ડ જેન્ડર અને ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૩૪,૬૯૩ મતદારો નોંધાયા હોવાની જાણકારી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.