ધંધુકામાં ગેબીફળી સાત ઓરડા ખાતે ઘરના વપરાશના પાણીનો યોગ્ય નિકાલ ના થતા ગંદકી ભર્યો વિસ્તાર.
ધંધુકામાં ગેબીફળી સાત ઓરડા ખાતે ઘરના વપરાશના પાણીનો યોગ્ય નિકાલ ના થતા ગંદકી ભર્યો વિસ્તાર.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં ગેબીફળી સાત ઓરડા ખાતે છેલ્લા ચાર વર્ષથી પાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ત્યાંના ઘરના રહીશોનું પાણી ભરાઈ જતા નિકાલ થવા પામ્યું નથી. રહીશોના આક્ષેપ છે કે પાણીમાં લીલ જામી ગઈ હોવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ગેબીફળી સાત ઓરડા પાસે છેલ્લા ચાર વર્ષથી અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન કે ઓપન ગટર લાઈન ના બનાવવાના કારણે ત્યાંના રહીશોનું ઘર વપરાશનું પાણી બહાર આવે છે ને તે પાણીમાં લીલ જામી જવા પામે છે સાથે જ તે બહાર નીકળવાનો મુખ્ય માર્ગ હોય ત્યાં વડીલો તથા બાળકો નીકળતા ડર લાગે છે તેમજ અનેક વખતે બાળકો ત્યાંથી પસાર થતા હોય ત્યારે પાણીમાં સાંકડો રસ્તો હોવાથી પડી જતા પણ હોય છે. આ પાણીમાં જામેલી લીલ એ રોગ ચાળાનું સંકેત ચિન્હ છે. પાલિકા દ્વારા અવર નવાર સ્વચ્છતા એજ પ્રભુ સેવા, નિર્મલ ગુજરાત કેમ્પેઇન ચલાવવામાં આવતા હોય છે પણ આવા વિસ્તારોમા રહીશો દ્વારા લેખિત તેમજ મૌખિક રજુઆત કર્યા છતાં કોઈ નિરાકરણના પગલાં લેવામાં આવતા નથી તે ખુબ જ દયનિય બાબત કહેવાય. રહીશો દ્વારા 2020,2023,2024એમ દરેક વર્ષમાં આ બાબતે લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હતી. રહીશોની માંગ છે કે આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ રોગચાળાનો ભોગના બને અને જો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.