દહેગામનાં ચેખલાપગી પ્રાથમિક શાળામાં 75 માં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
દહેગામ તાલુકાના ચેખલાપગી પ્રાથમિક શાળામાં આજે 26મી જાન્યુઆરીનાં દિવસે અને 75 માં ગણતંત્ર દિવસ નિમિત્તે શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ 'દીકરી ની સલામ દેશને નામ 'અંતર્ગત ચેખલાપગી ગામની સૌથી વધુ શિક્ષિત દીકરીનાં નામે દક્ષાબેન રણજીતસિંહ રાઠોડ઼ે ધ્વજવંદન કરી પરિવાર તેમજ ગામનું ગૌરવ વધારયુ હતું. આ પ્રસંગે ચેખલાપગી ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ સરપંચ, પંચાયત સદસ્ય તેમજ ચેખલાપગી ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ ચેખલાપગી ગામની શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ પટેલ તેમજ સર્વ શિક્ષકોએ ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.