ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગ બોટાદ ખાતે યોગ સંવાદ યોજાયો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગ બોટાદ ખાતે યોગ સંવાદ યોજાયો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ યોગનો કાર્યક્રમ રાખેલ જેમાં વિદ્યાર્થીઓને યોગ વિષયક માહિતી આપવામાં આવી હતી અને ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપનાર વિધિયાર્થીઓને મનોભાર હળવો થાય અને આત્મ વિશ્વાસ વધે એ માટે પ્રાણાયમ, આસન,ધ્યાન જેવી યોગ વિષયક માહિતી આપીને યોગથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. આગામી દિવસોમાં યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. યુવાનો શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વસ્થ બને અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે એ માટે યોગ એ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. યોગ વિષયક માર્ગદર્શન શ્રી અર્જુનભાઈ નિમાવત દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રમેશભાઈ બાવળિયા ( કોળી સમાજ આગેવાન _ શિક્ષક ), વનરાજભાઈ ( ગૃહપતિ ) ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ. મોં.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.