*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે કરવામાં આવેલ શાકોત્સવ ની ભવ્ય ઉજવણી*
*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે કરવામાં આવેલ શાકોત્સવ ની ભવ્ય ઉજવણી*
આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ અંગે માહિતી આપતા શા. સ્વા.ભક્તિપ્રકાશદાસજીએ જણાવેલ કે ભગવાનશ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ આ ધરા પર પધારીને ભકતજનોને અનેકવિધ ઉત્સવો દ્વારા અત્યાનંદ આપ્યો છે. શ્રીહરિના સમ્રગ ઉત્સવોમાં શાકોત્સવનું સ્થાન સહુથી અનેરૂ - મહત્વનું હોવાનું ગણાય છે.
શાકોત્સવ એટલે શ્રીહરિની અનેકવિધ લીલાઓ પૈકીની એક લીલાનું સ્મરણ, સંતો ભક્તોનું સ્નેહ મિલન. શાકોત્સવ આનંદ ઉત્સવરૂપ હોય છે. શ્રીહરિના દિવ્ય શાકોત્સવનું સ્મરણ પુનઃ થાય અને ભકિતનું બળ વિશેષ વૃદ્ધિને પામે તે માટે શાકોત્સવનું આયોજન થાય છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને પીરસ્યું હતું. પ્રભુએ એ નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા.' ૨૦૨ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે.
આજના દિવસે રાખવામાં આવેલ સત્સંગ સભાનું સંચાલન શા. સ્વા. રામસ્વરૂપદાસજી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ આજની સત્સંગ સભાના વક્તા પદે શા.સ્વા. ભક્તિકિશોરદાસજી રહ્યા હતા. જેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ૨૦૨ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રિય સખા ભક્ત સુરાખાચરના ગામ લોયામાં શાકોત્સવ કર્યો હતો એ લીલાનું આબેહૂબ વર્ણન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રીંગણાનું શાક તો દરેક હરિભકતોના ઘરે થતું હોય છે. પણ શાકોત્સવમાં બનાવેલ રીંગણાનું ઘીના વઘાર સાથેનું શાક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદરૂપ હોય છે. જેને મેળવવો એ પણ ભાગ્યની વાત ગણી શકાય છે. વર્ષો પૂર્વે લોયા ગામે સુરા ખાચરના ભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે ઘીના વઘાર સાથેનું રીંગણાનું શાક, શાકોત્સવ ઉત્સવમાં ફેરવાઈ ગયેલ છે.
આજના આ દિવ્ય પ્રસંગે પ્રભાસ પાટણ, વેરાવળ, કાજલી, સુરવા, મોરુકા, વાડલા, આકોલવાડી, બોરવાવ, ધાવા આદિક ગામોના હરિભક્તોએ હાજર રહી આ ઉત્સવનો લાભ લીધો હતો અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આજના આ સમગ્ર ઉત્સવનું આયોજન તથા સંચાલન સ્વામી ધર્મકિશોરદાસજી તથા શા. સ્વા. સૂર્યપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.