"નવ મતદાતા, ભારતકા ભાગ્યવિધાતા" ની વક્તૃત્વ સ્પર્ધામાં કોમર્સ કોલેજ પ્રથમ - At This Time

“નવ મતદાતા, ભારતકા ભાગ્યવિધાતા” ની વક્તૃત્વ સ્પર્ધામાં કોમર્સ કોલેજ પ્રથમ


પંચમહાલ

"નવ મતદાતા, ભારતકા ભાગ્યવિધાતા" ની વક્તૃત્વ સ્પર્ધામાં કોમર્સ કોલેજ પ્રથમ
ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગોધરાની ચાર કોલેજો વચ્ચે" નવ મતદાતા ભારત કા ભાગ્યવિધાતા" વિષય પર રાખેલી વક્તૃત્વ સ્પર્ધામાં સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા પ્રથમ ક્રમે આવી છે. કોલેજની વિદ્યાર્થી કુ. અર્ચના ઠાકોરે પ્રથમ નંબર મેળવી કોમર્સ કોલેજ નું ગૌરવ વધાર્યું છે જ્યારે યસ ક્રિષ્નાની અને સંધ્યા ગુરુવાણીએ પણ તૃતીય ક્રમ મેળવી કોલેજમાંથી ભાગ લીધેલા ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા બની કોલેજને ગૌરવ અપાવ્યું છે.
સ્પર્ધા નું સમગ્ર સંચાલન અને આયોજન ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર નિર્મિત દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર ડો. અરુણસિંહ સોલંકી, પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રભારી યોગદિપસિંહ જાડેજા ,પંચમહાલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગોધરાના નિર્મિત દેસાઈ, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર તથા નિર્ણાયક તરીકે બૌધ્ધિક સેલના કન્વીનર પંચમહાલના પલ્લભભાઈ દેસાઈ સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.