કડાણા ભાગલીયા ગામે થયેલ ઝઘડામાં બે લોકો વિરુદ્ધ ફરિયાદ
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ભાગલીયા ગામે થયેલ ઝઘડામાં બે લોકો વિરુદ્ધ કડાણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી.પ્રાપ્ત વિગત અનુસાર અને કડાણા પોલીસ મથક ખાતે ફરિયાદી મહીલા દ્વારા નોધવામાં આવેલ ફરીયાદ મુજબ તેમના પતિ તેમજ તેમના જેઠને તેમના દીયરે ફોન કરી અને ઘરે બોલાવ્યા હતા.જમીનના પૈસા બાબતે ચર્ચાઓ કરવી છે તેમ કહી ફરીયાદીના પતિ અને જેઠને બોલાવી અને છોકરા વાત કરી હતી અને તેમનો દીકરો અને દીકરીને ઘરે લઈ આવ્યો છે અને પૈસા બાબતે કેમ બંધાયેલા છો તેમ કહી અને ઝઘડો કર્યો હતો.તેમજ ફરિયાદીના પતિને ગડદાપાટુનો માર મારતા ફરીયાદી મહીલા દ્વારા બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવેલ હતી.જ્યારે પોલીસે આ બાબતે ગુનો નોધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.