સર્વને સમાન ન્યાય રાષ્ટ્રિય કાનૂની સાક્ષરતા અભિયાન તાલુકા કાનૂની સેવા સમિતિ હિંમતનગર દ્વારા આયોજિત વૃક્ષો શિબિર
સર્વને સમાન ન્યાય
રાષ્ટ્રિય કાનૂની સાક્ષરતા અભિયાન
તાલુકા કાનૂની સેવા સમિતિ હિંમતનગર દ્વારા આયોજિત વૃક્ષો શિબિર
અંતર્ગત હિંમતનગર તાલુકાની શ્રી પ્રકાશ હાઈસ્કુલ આડાહાથરોલમાં શાળાના પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજન કરેલ હતું તેમણે જણાવ્યું હતું કે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ નો કાયદો પોક્સો નો કાયદો શા માટે ? તે અંગે માહિતી આપી હતી.
ત્યારબાદ રીટેઇનર એડવોકેટ હરેશકુમાર એમ પટેલ ના દ્વારા બાળકો સામે બના બનાવો માટે આ પ્રમાણે જણાવ્યું હતું. કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણમાં બાળકોનું યોન શોષણ વધતા જતા કિસ્સાઓ સંદર્ભે સુરક્ષિત બાળપણ સુનિશ્ચિત કરવા માટે આ કાયદા હેઠળ કોઇપણ બાળક એ છોકરો હોય કે છોકરી તેની સમાન સુરક્ષા મળે છે આ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય તે બાળક ગણાય, બાળક પર કોઈ જાતિ હુમલો થાય તો તેમને મમ્મી પપ્પા ભાઈ બહેન કે મિત્ર ને તરત જ જાણ કરવી જોઈએ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોને જણાવવું જોઈએ જેથી આરોપીને તાત્કાલિક ધરપકડ કરી શકાય તેમજ ગુના બનતા અટકી જાય તે અંગે બાળકોને સમજ આપી હતી.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.