સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ
*સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ*
*********
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અને ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૭/૨/૨૦૨૩ ના રોજ સાંજે યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રીએ જણાવ્યું હતુ કે અતિ પછાત જાતિઓને આ યોજના હેઠળ સહાયરૂપ થવા માટે અમલીકરણ અધિકારીઓએ સંવેદનશીલ બનીને કામગીરી કરવી જોઇએ. અમલીકરણ અધિકારીઓએ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન યોજનાઓની જોગવાઇ સામે ૬૧.૧૩ ટકા અને ગ્રાન્ટ સામે ૮૯.૫૪ ટકા સિધ્ધી હાંસલ કરી છે. જે ચાલુ વર્ષ દરમિયાન ૧૦૦ ટકા થાય તે અપેક્ષિત છે.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ગત વર્ષ દરમિયાન થયેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, નરેગા,સ્વચ્છ ભારત મિશન, કુટીર ઉધ્યોગ, ખેતીવાડી, પશુપાલન,વિકેન્દ્રિત જિલ્લા આયોજન, ગ્રામ પાણી પુરવઠા,વિજળીકરણ, બાગાયત, મત્સોધ્યોગ, વન વિકાસ,ભુમિ સંરક્ષણ, તબીબ અને જાહેર આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ સહિત અન્ય વિભાગોમાં અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ દરમિયાન થયેલ કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં તમામ યોજનાઓની કુલ જોગવાઇ ૪૦૧૬.૦૪ લાખ અને કુલ મળેલ ગ્રાન્ટ ૨૭૪૧.૪૯ લાખ સામે કુલ ૨૪૫૪.૮૪ લાખ ખર્ચ થયેલ છે.
ઇડરના ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ અનુસૂચિત જાતિના લોકોને વસ્તીમાં જોગવાઇ કરેલ છે તે ગ્રાન્ટનો લાભ આપીને ગરીબ વંચિત લોકોનો સમાવેશ કરવા ઉપર ભાર મૂક્યો હતો.અને લોકોને યોજનાની જાણકારી મળે તે માટે જાગૃતતા લાવવાં ઉપર ભાર મૂક્યો હતો. યોજનાની કાયદાકીય અને ફાયદા અંગે પ્રાથમિક સ્તરે જ સમજ આપે તો વસ્તી પ્રમાણે લક્ષ્યાંક સિધ્ધ કરવામાં વાર નહી લાગે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછાર,તથા સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
**************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.