ભાભર તાલુકાના કપરૂપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

ભાભર તાલુકાના કપરૂપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો


નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અપાઇ.

રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અનુસંધાને ભાભર તાલુકાના કપરૂપુર પ્રાથમિક શાળામા તા.૨૭ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી જોસનાબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવેલ ઉપસ્થિત મહાનુભાવો મહેમાનો નું શાબ્દિક સ્વાગત આવેલ ત્યારબાદ આંગણવાડી બાલવાટિકા ધોરણ એકના બાળકોને કુમ કુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ શાળામા અભ્યાસ કરતા રાઠોડ કોમલબા સોમસીહ દ્વારા " બેટી બચાવો બેટી પઢાઓ " વિષય પર ખૂબ જ સુંદર વ્યકતવ્ય આપવામાં આવેલ શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિધાર્થીઓનુ શૈક્ષણિક કીટ, બોલપેન,પેડ આપીને સન્માન કરવામાં આવેલ ધો.૩ થી ૮ માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર બાળકો, ગત વર્ષ દરમિયાન ૧૦૦ ટકા હાજરી ધરાવનાર વિધાર્થીઓ, CET ની પરીક્ષા માં ઉર્તીણ થનાર વિધાર્થીઓ,ધો.૧૦ SSC ની પરીક્ષા માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું આ પ્રસંગે સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ ભેટમાં આપવા આવેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.આઇ.પરમાર દ્વારા શાળા ગામલોકો ની જરૂરિયાત મુજબ કોમ્યુનિટી હોલ ની જાહેરાત કરવામાં આવેલ બાબુસિહ ઝાલા દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન તાલુકાના વિકાસ અધિકારી જે.આઇ.પરમાર, બીટ કેળવણી નિરીક્ષક, તથા બી.આર.સી.કિસાનભાઇ પાઠક,સરપંચ હેગોળભાઇ દેસાઈ, નિવૃત્ત બીટ કેળવણી નિરીક્ષક બાબુસિહ ઝાલા,નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટના યુવાનો,શાળાના આચાર્ય કિરણભાઈ, સ્ટાફગણ, આંગણવાડી કાર્યકર્તાઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ,ગામજનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.