વડોદરા સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યનો સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો . - At This Time

વડોદરા સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યનો સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો .


સુશાસન દિને વડોદરામાં 230 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ રાજ્યના શહેરી વિસ્તારના સૌથી લાંબા 3. 50 કી . મી . ના અટલ ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ રાજ્યના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું . વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનાવાયેલા આ 3. 5 કિલોમીટર લાંબા બ્રિજ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે , તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે . રાજ્ય સરકારે સુશાસનને કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે . તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં સરકાર મક્કમ કદમે આગળ વધી રહી છે . લાઈક આ પણ વાંચો – મનસુખ માંડવિયા રાજકીય સફર : ભાજપના કાર્યકરથી લઈ કોવિડ સમયમાં આયોજક અને આરોગ્ય મંત્રી સુધી ' વિનમ્ર ' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરામાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ . અટલબિહારી વાજપેઇના જન્મ દિન એવા સુશાસન દિવસે સમગ્ર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 230 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા સૌથી લાંબા 3. 50 કિલોમીટરના નવીન ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.