શ્રીએસ.એમ મહેતા આર્ટસ એન્ડ એમ.એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા, હિંમતનગર ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગયુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમરાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો - At This Time

શ્રીએસ.એમ મહેતા આર્ટસ એન્ડ એમ.એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા, હિંમતનગર ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગયુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમરાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો


*શાળા-કોલેજના સૌ વિદ્યાર્થીઓ કોઈપણ એક રમતમાં ભાગ લઇ રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવો. પૃથ્વી પર કઈ અશક્ય નથી*
-રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
*************************
રમત-ગમત ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીને મેડલ ખેલ મહાકુંભમાં સુંદર પર્ફોમન્સ કરનાર ભાગીદાર શાળાઓને રોકડ પુરસ્કાર ચેક અર્પણ કરાયા
*********************
શ્રી એસ.એમ મહેતા આર્ટસ એન્ડ એમ.એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા, હિંમતનગર ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો
***********************
મંત્રીશ્રીએ ભાષણના બદલે આગવી અદામાં રમત જગતના ઇતિહાસ અને ખેલ જગતનાં જનરલ-નોલેજનાપ્રશ્નો વિદ્યાર્થીઓ વચ્ચે જઈને પૂછ્યા. સીધો સંવાદ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. ઉત્તમ દેખાવ કરનારા ખેલાડીઓને નેશનલ ગેમ્સમાં સફળતા માટે શુભેચ્છા પાઠવી.
*******************
સાબરકાંઠા જિલ્લામાં નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર સ્પોર્ટ ઓથોરીટી ગુજરાત અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ૩૬મી નેશનલ ગેમ્સ કાર્યક્રમ શ્રી એસ.એમ મહેતા આર્ટસ એન્ડ શ્રી એમ.એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા હિંમતનગર ખાતે રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ ઉદ્યોગ વન પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ , પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, માર્ગ અને મકાન રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી વિશ્વકર્માએ સ્ટેજ પરથી સંબોધનના બદલે આગવી અદામાં જોમ જુસ્સા સાથે વિધ્યાર્થીઓ વચ્ચે જઇને ખેલ જગતના ઇતિહાસ અને ભારતીય રમતો સાથે રમત ગમત ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડીને દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓ અંગે જનરલ નોલેજના પ્રશ્નો પૂછ્યા હતા અને જિલ્લામાંથી ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીઓમે મેડલ અર્પણ કર્યા હતા અને ખેલ મહાકુંભમાં જે શાળાઓએ ઉત્તમ દેખાવ કર્યો હતો તેમને રોકડ પુરસ્કારના ચેક અર્પણ કર્યા હતા.
મંત્રીશ્રીએ પૂછેલા પ્રશ્નોની તથા સંવાદ સ્થાપિત કર્યો હતો. તેમાં મોટેરા સ્ટેડિયમ નું નામ શું છે. આ સ્ટેડિયમમાં કયો કાર્યક્રમ યોજાયો હતો. કોણ મુખ્ય મહેમાન હતા. “હાઉડી મોદી નમસ્તે ટ્રમ્પ: ભારતની નેશનલ ગેમ્સ કઈ છે. કઈ કઈ ગેમ્સનો નેશનલ નેશનલમાં સમાવેશ થાય છે. તિરંદાજી રમત અંદાજે પાંચ હજાર વર્ષ પુરાણી છે. રામાયણ-મહાભારતમાં પણ તીરંદાજીના દ્રશ્યો આપે જોયા હશે. એકલવ્યની ધનુર્વિદ્યા જાણીતી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલુ છે. તેનું નામ સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ રાખવામાં આવ્યું. કેટલી હાઇટ છે. ૧૮૨ મીટર કેમ બનાવી. સરદાર સાહેબે દેશની આઝાદીમાં કેવું અને કયા પ્રકારનું યોગદાન આપ્યું. ૫૬૫ રજવાડા ભેગા કરી એક ભારતનું નિર્માણ કર્યું. યુવાનોના રોલ મોડલ કોણ છે. મેજર ધ્યાનચંદ અને હોકીની રમતમાં આપેલા યોગદાનની યાદમાં દિલ્હીમાં ધ્યાનચંદ સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ ૧૯૩૩માં ભાવનગરના મહારાજા ભગવતસિંહજી દ્વારા દેશને ભેટ આપવામાં આવ્યું હતું. ક્રિકેટની રમતમાં સ્થાપેલા કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ખેલ જગતનો ઇતિહાસ વર્ષો પુરાણું છે. મહારાજાઓ દીવાલો પર ભીતચિત્ર દોડાવતા કારીગરો દ્વારા તેમાં તિરંદાજી,ચેસ ફ્રાન્સનાં રાસકોચમાં ૧૫ હજાર વર્ષો ઉપરના ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે. જેમાં દોડતા , કુસ્તી કરતા માનવોની પ્રતિકૃતિ છે. ઇજિપ્ત,ગ્રીક, જાપાનમાં રમત-ગમત અંગેના ચિત્રો મળી આવ્યા છે. આમ ખેલ જગતના રમત-ગમત અંગેનો ઇતિહાસ સૈકાઓ જૂનો છે. ભારતના યુવાનો પણ ખેલ જગતમાં પાછળ રહી ન જાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલમહાકુંભ શરૂ કરી ગુજરાતના યુવાનોની પ્રતિભા ખીલવવાનો અનેરો અવસર પ્રદાન કર્યો છે અને હવે નેશનલ ગેમ્સ રમાડીને ગુજરાત અને દેશના ખેલાડીઓ વિશ્વમાં ભારતનું નામ રોશન કરે તેવા અવસરો પ્રદાન કર્યા છે. આજે હિંમતનગરની દીકરી એથ્લેન્ટીકમાં રમવા જવાની છે તેમને શુભેચ્છા પાઠવું છું. તે ગોલ્ડ મેડલ મેળવીને પરત ફરે અને હિંમતનગર અને ગુજરાતનું નામ રોશન કરે. અહીં બેઠેલા યુવાનો સૌને અપીલ કરું છું કે કોઈપણ એક રમતની પસંદગી કરીને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવો. પૃથ્વી પર કઈ અશક્ય નથી. તમે ગોલ નક્કી કરો પરિશ્રમ કરો તેવી શીખ આપી હતી.
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિએ ખેલ મહાકુંભ શરૂ કરીને ગુજરાતના યુવાનોમાં પડેલી અસીમ શક્તિને ઓળખી અને આજે ગુજરાતમાં ૪૪ થી વધુ સ્પોર્ટ સંકુલો ઊભા કર્યા છે. ભૂતકાળની સરકારે એક પણ સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યા નથી. ગુજરાતમાં આવનાર દિવસો યુવાનોના છે. રમત-ગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવે ગુજરાતે વિવિધ રમતોમાં ૬૧ મેડલ મેળવ્યા તે નરેન્દ્રભાઈ મોદીને આભારી છે. અને ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ પોલીસી બનાવીને ગુજરાતના યુવાનોને આગળ વધવાના અવસરો પૂરા પાડ્યા છે અને આજે ૬૧ મેડલ છે તે આવનારા દિવસોમાં ૧૦૦ બનાવે તેવી શુભેચ્છા પાઠવું છું.
“૩૬ મી નેશનલ ગેમ્સ” જાગૃતિ અભિયાન એક્ટીવેશન કાર્યક્રમ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧માં રાજય,જિલ્લા, તાલુકા સ્તરે વિજેતા થયેલ સ્કુલોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર ચેક આપી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સ્તરીય ફુટબોલમાં વિજેતા થયેલ ફેઇથ હાયર સેકેન્ડરી સ્કુલ,હિંમતનગરને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. રમતગત ગમત ક્ષેત્રે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રોટરી સરસ્વતી સ્કુલને રૂપિયા ૧ લાખ ૫૦ હજાર અને ભોલેશ્વર આદર્શ પ્રાયમરી સ્કુલને ૧ લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
હિંમતનગર તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ દેખાવા કરનાર માય ઓન હાઇસ્કુલ,હિંમતનગરને રૂ.૨૫ હજાર, શ્રી ગાંભોઇ ગ્રુપ સેકન્ડરી સ્કુલને રૂ.૧૫ હજાર અને મદ્રેસા હાઇસ્કુલને રૂ.૧૦ હજાર રોકડ પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવી હતી.તલોદ તાલુકાની શ્રી સી.વી ગાંધી હાઇસ્કુલને રૂ.૨૫ હજાર, સી.ડી.પટેલ સ્કુલને રૂ.૧૫ હજાર,તપોવન વિધ્યામંદિરને રૂ.૧૦ હજાર તથા પ્રાંતિજ તાલુકાની અવર ઓન હાઇસ્કુલને રૂ.૨૫ હજાર,

આનંદ વિધ્યામંદિરને ૧૫ હજાર, એમ.બી.દેસાઇ હાઇસ્કુલ ઘાડીને ૧૦ હજાર અને પોશીના તાલુકાની એસ.એમ.સી દેમાતી મેરા પ્રા.સ્કુલને રૂ.૧૫ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ૯ થી ૧૧ સપ્ટેમ્બરે ૨૦૨૨-૨૩ ના રોજ રાઇપુર (છત્તીસગસઢ)માં ૮ મેડલ મેળાવ્યા હતા. આ યોજાયેલ વેસ્ટ ઝોન જુનિયર એથ્લેન્ટીક્સ કમ્પેનશીપ ૨૦૨૨માં વિજેતા થયેલ ખેલાડીઓને આ પ્રસંગે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાઇપુરમાં યોજાયેલ વેસ્ટ ઝોન જુનિયર એથ્લેન્ટીક્સ કમ્પેનશીપ ૨૦૨૨માં એથ્લેન્ટિકમાં કુ.રીંકલ જાડાએ ગોલ્ડમેડલ, લોંગ જમ્પ અને ૧૦૦મીટરની દોડમા કુ.કુમકુમ રમાણીએ ગોલ્ડમેડલ અને બ્રોન્જમેડલ, ૪૦૦ મીટરની વિધ્નદોડમાં કુ.પ્રિયલ ડાકીએ ગોલ્ડમેડલ, ૮૦૦ મીટર દોડ અને મીડલ રીલેમાં કુ.સંધ્યા ગોહિલે બ્રોન્જ અને સીલ્વરમેડલ, ઊંચીકૂદમાં કુ.માહિ રાજપુતે સીલ્વર મેડલ, ૮૦ મીટર વિઘ્નદોડમાં કુ.સુમિત્રા વળવી અને કુ.પ્રદિતિ વાડીયાએ સીલ્વર અને બ્રોન્જ મેડલ તથા મીડલ રીલેમાં કુ.પ્રેમલતા રામે સીલ્વર મેડલ મેળવ્યા હતા.તે સૌને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સાગર અકાદમી દ્વારા પ્રી ઇવેન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. ૩૬મી નેશનલ ગેમ્સની એન્થમની પ્રસ્તુતિ, માસ્કોટનું પ્રેઝન્ટેશન તથા સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જી.યુ.ડી.સી.એમના ડિરેક્ટર અને સંગઠન પ્રમુખશ્રી જે.ડી પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લાપંચાયત મહિલા અને બાળના ચેરપર્સન રેખાબા ઝાલા, શ્રી ગોપાલસિંહ, બેડમિન્ટન ખેલાડી, કોલેજના પ્રિન્સીપાલશ્રી બી.જી પરમાર, જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસવડાશ્રી વિશાલ વાઘેલા, સ્પોર્ટ ઓથોરીટી સાબર સ્ટેડિયમના સીનીયર કોચ ત્રિવેણી બેન સરવૈયા, પ્રાંત અધિકારીશ્રી અનિલભાઈ ગોસ્વામી, મામલતદાર શ્રી અંકિત પટેલ,ટી.ડી.ઓશ્રી દવે, જિલ્લા શિક્ષણ અધિકારી તથા રમતગમત અધિકારી, વિવિધ કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.