સુરેન્દ્ર નગર મહિલા હેલ્પ લાઇન ટીમે પીડિતાનું બાળક સોંપી સુખદ સમાધાન કરાવ્યું હતું - At This Time

સુરેન્દ્ર નગર મહિલા હેલ્પ લાઇન ટીમે પીડિતાનું બાળક સોંપી સુખદ સમાધાન કરાવ્યું હતું


સુરેન્દ્ર નગર મહિલા હેલ્પ લાઇન ટીમે પીડિતાનું બાળક સોંપી સુખદ સમાધાન કરાવ્યું હતું

૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં એક પીડીતાએ કોલ કરીને જણાવેલ કે તેમના સાસુ અને પતિ અને જેઠાણીએ તેમની દીકરીને છીનવી લીધી છે અને પીડિતાને ત્રણ દિવસથી ઘરની બહાર કાઢી મૂક્યા છે આથી જેઠાણી પતિ નંનદ અને સાસુને સમજાવવા માટે અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની મદદમાટે બોલાવેલ છે.પીડિતાનો કોલ આવ્યાના તુરંત બાદ કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા ,મહિલા કોન્સટેબલ મનીષાબેન નાકીયા ડ્રાઇવર પ્રકાશ ભાઈ ગૌસ્વામી સહિત ઘટના સ્થળે દોડી ગયેલ અને ઘટના સ્થળ ઉપર જાણવા મળેલ કે પીડિતાના પતિ સાથે પીડિતાના બીજા લગ્ન છે પીડિતાને 11 મહિનાની દીકરી છે જે પીડીતાના પતિએ છીનવી લીધી છે અને હાલ પીડીતાને આઠ મહિનાનો ગર્ભ હતો.પીડિતાને પેલી ડિલિવરી બાદ તુરંત જ દોઢ મહિના માં ગર્ભ રહી ગયો હતો.પીડિતાને 8 મહિના થતાં ડોક્ટરે તપાચ કરતા ખ્યાલ પડ્યો હતો કે પ્રેગનેન્સી રહી ગઈ છેઘરના કામ બાબતે નણંદ સાથે ઝઘડો થતાં નણંદે પીડિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા પીડિતાના બે નણંદ રિસામણે છે અને તેઓ પીડિતાના ઘર સંસારમાં દખલગીરી કરે છે.અવાર નવાર ઝઘડો કરે છે પીડિતા બેને અનેકવાર સમજાવવા માટે પ્રયાસ કર્યા પરંતુ પીડિતાના ઘરમાં પીડિતાની કઈ પણ વાત માન્ય રાખવામાં આવતી નથી પીડિતાના મોટા જેઠાણી કહે તેમજ ઘરના બધા સભ્યો કરે છે બાળક ને પીડિતા ખવરાવી રહ્યા હતા ત્યારે અચાનક તને રાખવી નથી એમ કહી દિકરી લયને પીડિતાને કાઢી મૂક્યા હતા.ઘટના સ્થળ પર જ પીડીતાના સાસુ પતિ જેઠ જેઠાણી અને બંને નણદો હાજર હોય તેઓને કાયદાકીય પ્રાથમિક માહિતી સાથે સમજાવેલ કે કોઈને પણ મારકુટ કરવી જોઈએ નહીં તેમની વહુ છે તેમને શાંતિથી રાખવા જોઈએ પતિની પીડિતાને રાખવાની તેમજ ભરણ પોષણ કરવાની જવાબદારી બને છે તે તેમની છૂટી ન શકેપતિએ પોતાની ભૂલ સ્વીકારી અને બાળક રાજી ખુશી થી આપ્યું હતું અને હાલ ડિલિવરીમાં બેન માતા પિતાના ઘરે હોય તમામ જવાબદાર નિભાવવાની ત્યારી બતાવી હતી આમ બંને પક્ષકારોનું સહમતીથી સુખદ સમાધાન કરાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.