કલેશ્વરી જન્માષ્ટમી મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, મોટી સંખ્યામાં લોકોએ મેળો માણ્યો - At This Time

કલેશ્વરી જન્માષ્ટમી મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, મોટી સંખ્યામાં લોકોએ મેળો માણ્યો


મહીસાગર જિલ્લાના ખાનપુરની પવિત્ર ભૂમિ કલેશ્વરી ખાતે પ્રાચીન કાળથી જન્માષ્ટમીને અનુલક્ષીને લોકહૈયાને હિલોળે ચડાવે તેવો ભવ્ય મેળો ભરાય છે. આજે જન્માષ્ટમી પર્વે મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વિવિધ ખાણી પીણીના સ્ટોલ સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચાણ અર્થે વેપારીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીના પગલે બાકોર પોલીસ પીએસઆઈ અને સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાન ગુજરાતી સર્જક પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવમાં વર્ણન પામેલી નાયક-નાયિકાનુ મિલન સ્થાન બનતી અને પ્રેમને ઓળખથી એવી અજોડ ઘડીનો ઈતિહાસ આ કલેશ્વરીની નાળને પન્નાલાલ પટેલે વર્ષો પહેલાં પોતાના નવલકથામાં આલેખ્યો છે. અલૌકિક પર્યાવરણીય મહત્વ ધરાવતા આ પ્રદેશમાં વર્ષમાં એક મહાશિવરાત્રી અને બીજો જન્માષ્ટમીએ એમ બે મેળા પ્રસિધ્ધ છે. ખાનપુર તાલુકામાં આવેલા લવાણા ગામ પાસે કલેશ્વરી તરીકે ઓળખાતા આ સ્થાન પરંપરાગત રીતે મહાભારતના પાત્રો સાથે સંકળાયેલા છે. અહીં દસમી બારમી સદીના સ્થાપત્યો આવેલા છે. સાસુની વાવ, વહૂની વાવ, શિવ મંદિર, જલકુંડ, કૂવો, કલેશ્વરી મંદિર, ભીમની ચોરી, અર્જુનની ચોરી, શિકાર મઢી વગેરે સ્થાપત્યો તેના ભવ્ય ઐતિહાસિક વારસાને ઉજાગર કરે છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.