ડભોઇ માં દવાખાના માં થયું સુ જાણો.
કાઝીવાળાના રીક્ષા ચાલકોએ સમય સૂચકતા વાપરી મોટી જાન અને માલહાની તથા મોટી હોનારત થતા અટકાવી . ડભોઇ કાઝીવાડા વિસ્તારમાં આવેલ 70 થી 80 વર્ષ જૂની વાઘેશ્વરી લોજમાં આવેલ દવાખાનામાં એકાએક આગ લાગતા ધુમાડાના ગોટાળા બહાર નીકળતા કાજીવાળાના સ્થાનિક રીક્ષા ચાલકોનો ધ્યાન પડતા રિક્ષાચાલકોને દવાખાનામાં આગ લાગી હોય એમ શંકા જતા દવાખાના નું તાળું તોડી દવાખાનામાં પ્રવેશતા આગના ભડકા જોવા મળેલ જેને લઇ રીક્ષા ચાલકોએ સમય સૂચકતા અને સતર્કતા વાપરી નજીકથી પાણી લાવી આગને કાબુમાં લીધી હતી . જોકે આગ લાગવાનું કારણ સળગાવેલ અગરબત્તી થી મેડિસન ડોરના પાસેના લાકડાઓમાં અગરબત્તી અડી જતા આગ લાગવાનું માલુમ પડ્યું હતું . આ 80 વર્ષની જૂની વાઘેશ્વરી લોજ ની ઈમારત પૂરી લાકડાથી બનેલ હોય જો સતર્કતા વાપરી રીક્ષા ચાલકો દ્વારા નજીવી લાગેલ આગને ઓલવવામાં ન આવતી તો તે આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરી મોટી હોનારત તળી .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.