8 દિવસમાં રોડ-રસ્તા રિપેર નહિ થાય તો ટ્રકચાલકો ટોલટેક્સ નહીં ચૂકવે
ટ્રક એસોસિએશન વિરોધ નોંધાવશે, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ચોમાસાને કારણે હાઈવે અને રોડ- રસ્તા ધોવાઈ ગયા છે. આવા રોડ પર વાહનો ચલાવવાથી વાહનમાં ખર્ચ વધી જાય છે. અગાઉ તાકીદ કર્યા બાદ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા ટ્રકચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે આ અંગે ટ્રકચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જ્યાં સુધી રોડ-રસ્તા રિપેર નહિ થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવીને પોતાનો વિરોધ નોંધાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.