રેલનગરની બે ટાઉનશીપમાં 15 આવાસ સીલ - At This Time

રેલનગરની બે ટાઉનશીપમાં 15 આવાસ સીલ


મનપા દ્વારા બનાવવામાં આવેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ગેરકાયદે વસવાટ, ભાડે આપવાની પ્રવૃત્તિ રોકવા વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ કરવામાં આવે છે. જેમાં રેલનગરની બે ટાઉનશીપમાં મુળ લાભાર્થીના બદલે અન્ય વ્યકિતઓ રહેતા હોવાનું માલુમ પડયા બાદ નોટીસના અંતે 15 આવાસ સીલ કરી નાખવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનંખ માલુમ મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ આવાસોમાં કુલ 15 આવાસો સીલ કરવામાં આવ્યા છે.
આ આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવી હતી. જે અન્વયે આજ રોજ મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં 11 આવાસો તથા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં 4 આવાસો મળી કુલ 15 આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સુરક્ષા વિભાગ તથા દબાણ હટાવ ટીમને સાથે રાખી સીલ કરવામાં આવેલ છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.