હિંમતનગરમાં ભોલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર શીલાસ્થાપન કરાયું,રાજ્ય સરકારના યાત્રાધામ બોર્ડે 1 કરોડ ફાળવ્યા…..
સાબરકાંઠાના હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્વાર શીલા સ્થાપન હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો..
આ પ્રસંગે મંદિર પ્રાગણ વિસ્તારમાં જીવદયા પ્રેમીઓ દ્વારા બનાવેલ ગૌશાળા અને પંખી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું..
ગુજરાત સરકારના પવિત્ર યાત્રા વિકાસધામ વિકાસ બોર્ડના સહયોગથી હિમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ સ્વયંભુ સંકલ્પ સિદ્ધ, પુરાતન ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધારના માટે યાત્રાધામ દ્વારા એક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે..
અગામી દિવસોમાં મંદિરના આસપાસમાં વિકાસ થશે વિવિધ મંદિરો,પાર્કિંગ,બાળકો માટેનું મેદાન, ક્રિષ્ના સુદામાની ચોયાર્સીની પરિક્રમા, ગૌ મંદિર,આર્યુવેદિક ગાર્ડન, આર્યુવેદિક અને હોમિયોપેથીક કલીનીક યોગા કક્ષ,12 જ્યોતિર્લીંગ, સંસ્કૃત પાઠશાળા અને કૃષ્ણ ભગવાન અને શિવાજીની પ્રતિમા,ફાઉન્ટેન સહિતની સુવિધાઓ પણ આકાર લેશે..
હાથમતી નદી કિનારે વિશાળ યાત્રાધામ બનશે જેને લઈને શહેરીજનો અને ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, ભાજપ જિલ્લા પ્રમુખ જે.ડી પટેલ, હિંમતનગર નાગરિક બેન્કના ચેરમેન હિરેનભાઈ ગોર,ડો.ચીમનભાઈ પટેલ, હસમુખભાઈ શાહ,દિપકકુમાર બાથમ,ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ગોપાલસિહ રાઠોડ, મેનેજિંગ ટ્રસ્ટી બદ્રીનારાયણ મિસ્ત્રી, સુમનભાઈ રાવલ,ગીરીશભાઈ ભાવસાર સહીત દાતાઓ અને ભક્તો હાજર રહ્યા હતા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.