સાયલા મામલતદાર કચેરીમાં પાણી પ્રશ્ન માટે મહિલાઓએ માટલાઓ લઈને વિરોધ નોંધાવ્યો
સાયલા સહિત તાલુકાના છ ગામોમાં પાણીની પળોજણથી કંટાળેલા ગામલોકોનો હલ્લાબોલ કાર્યો.
આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે ત્યારે ૧૫થી ૨૦ દિવસે પીવાનું પાણી અપાતા ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની છે.
સાયલા તાલુકામાં ભર ઉનાળે પાણી પ્રશ્ન ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે સાયલા સહિત છ 1 જેટલા ગામલોકોએ પાણી આપો, પાણી આપોના સુત્રોચ્ચાર કરી મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચતા હલ્લાબોલ સર્જાયો હતો. પાણીની વિકટ સ્થિતિનો સામનો કરી 1 રહેલા સાયલા, વડીયા, કેરાળા, * શેખડોદ, ઢીંકવાળી, નાના હરણીયા સહીતના ગામલોકો તેમજ આગેવાનો સાથે ! મહિલાઓ માટલાઓ લઈ કચેરીએ પહોંચતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
પાણી સમસ્યાથી પરેશાન લોકોએ સુત્રોચ્ચાર સાથે પાણી આપોના પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બે દિવસ પહેલા જ જિલ્લા કલેકટર દ્વારા તાલુકામાં પાણી સમસ્યાઓ બાબતે આકસ્મિક બેઠક બોલાવી જરુરી કાર્યવાહી કરવા સબંધિત વિભાગને સુચનાઓ આપી છે. ત્યારે લાંબા સમયથી પાણી પને પરેશાની ભોગવી રહેલા છ જેટલા ગામના લોકોએ કંટાળીને A ગુરુવારે મામલતદારને રજૂઆત કરી પુરતું અને સમયસર પાણી આપવા માંગ કરતા હલ્લાબોલના દૃશ્યો સર્જાયા હતા.
ગામલોકોએ મામલતદાર કચેરીએ કરેલ રજૂઆત બાદ જયાં સુધી પાણી સમસ્યાનું નિરાકરણના આવે ત્યાં સુધી અહીંથી નહીં ખસીએનું કહી કચેરીમાં જ જમાવડો કરતા સરકારી બાબુઓ દોડતા થયા હતા. ઇન્ચાર્જ મામલતદાર વાય. પી. રાણા દ્વારા તુરંત પાણી પુરવઠા વિભાગના અધિકારીનો સંપર્ક કરી બોલાવી લીધા હતા. પાણી પુરવઠા વિભાગના અધિકારી આવતા હાજર ગામલોકો, આગેવાનોએ પાણી બાબતે પ્રશ્નોનો મારો ચલાવતા થોડીવાર વાતાવરણ ગંભીર બની ગયું હતું. પરંતુ અધિકારીઓ દ્વારા સમજાવટ અને આગામી સમય માં પાણી પુરતા પ્રમાણમાં તથા સમયસર આપવાની ખાતરી અપાતા ટોળું વિખરાયું હતું.
વડીયા ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ ૧૫થી ૨૦ દિવસે ફક્ત એક વખત નર્મદાની લાઇનમાંથી પાણી અપાઇ રહ્યું હોવાથી પીવાના, ઘર વપરાશના તેમજ પશુઓને પીવડાવવા માટે પારાવાર તકલીફ પડી રહી છે. સરપંચ પણ કોઇ ધ્યાન આપતા નથી તેમજ ૧૫ દિવસે પશુઓને પીવાનો અવેડો ભરે છે. તેમાંથી નાછૂટકે અમારે પાણી લેવું પડી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. ગામના કુવાઓ, જળાશયો ખાલીખમ થતા હાલ પાણીના છકડા, ટેન્કરો ચલાવનારાઓને તડાકો પડી ગયો છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.