રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદરમાં ડ્રાઇવરો માટે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
પોરબંદર એસ.ટી.
નગરપાલિકા, ફાયરબ્રિગેડ તથા અન્ય વિભાગોના મળી કુલ ૧૨૯ થી વધુ ડ્રાઇવરોની આંખની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી
ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૪/૦૨/૨૦૨૪
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુ રાબા સાહેબની સૂચના મુજબ લાયન્સ ક્લબ પોરબંદર તથા પોરબંદર જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મહિના સુધી ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ.
પોરબંદર પોલીસ તથા લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત તા.૦૪/૦૨/૨૦૨૪ રવિવારના રોજ ડો. નિખિલ રૂપારેલિયા સાહેબની,શ્રીજી હોસ્પિટલ, છાંયા ચોકી પાસે,પોરબંદર ખાતે સવારે ૧૦ વાગ્યે ડ્રાઈવરનો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ...
આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે પોરબંદર નગર પાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જેસીઆઈ સ્થાપક પ્રમુખ લાખણસીભાઈ ગોરાણીયા તથા ડેપો મેનેજર સરમણભાઈ કડછા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં પોરબંદર સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ, નગરપાલિકા, ફાયરબ્રિગેડ તથા અન્ય વિભાગોના કુલ ૧૨૯ થી વધુ ડ્રાઇવરોની આંખની નિઃશુલ્ક તપાસ કરવામાં આવેલ,તમામને ડો.નિખિલ રૂપારેલિયા સાહેબએ તપાસ કરી યોગ્ય માર્ગદર્શન સાથે નિદાન કરી જરૂરી દવાઓ તથા ચશ્માના નંબર માટેની વિગતો લખી આપેલ હતી..
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી,લાયન ડો.નિખિલ રૂપારેલિયા, પૂર્વ પ્રમુખ લાયન રાજેશભાઈ લાખાણી, ટ્રાફિક કમિટિ ચેરમેન લાયન હાસીમભાઈ મરચન્ટ, ઝોન ચેરમેન લાયન પંકજ ચંદારાણા,લાયન કેતન હિનડોચા, લાયન દુર્ગા બેન લાદીવાલા , ઘનશ્યામભાઈ મહેતા, વર્ષાબેન ગજ્જર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બી.એચ.બાપોદરા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કે એ જોગલ તથા કે.બી. પરમાર, હેડ કોન્સ્ટેબલ અશોક ગોંડલિયા તથા અજયસિંહ જાડેજા, ટીઆરબી સુખદેવસિંહ જાડેજા, ઉપસ્થિત રહેલ હતા..
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.