સાયલા તાલુકાના નાગડકામા શિકાર કરવા આવેલી ડફેર ટુકડીને ઝડપી પાડવા વન વિભાગ દોડ્યું. - At This Time

સાયલા તાલુકાના નાગડકામા શિકાર કરવા આવેલી ડફેર ટુકડીને ઝડપી પાડવા વન વિભાગ દોડ્યું.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

બે મોટરસાયકલ, એક છરી,ગીલોલ, ત્રણ ધારીયા,દસ લીટર દેશી દારૂ, મોબાઇલ સહિત સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો.

સાયલા તાલુકામાં પશુઓનો શિકાર કરીને મટનનો વેપાર ચિંતાજનક વધી રહ્યો છે આ બાબતે ફોરેસ્ટર ટીમે નાગડકાની સીમમાં તપાસ કરતા વિછીંયા તાલુકાના તરવાની ગામેની સીમ વિસ્તારમાં દરોડો કરતા શિકારી ફરાર થઇ ગયા હતા બે બાઈક મળી આવેલ સાથે એક છરી, ગીલોલ, ત્રણ ધારિયા અને દસ લીટર દેશી દારૂ અને મોબાઈલ મળી આવતા શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે સાયલા તાલુકાના નાગડકા જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતા ચકચાર જોવા મળી હતી આ બાબતે વન વિભાગ દ્વારા શિકારીઓનું પગેરું દબાવતા ફોરેસ્ટ ટીમ સાયલા અને મૂળી દ્વારા સંયુક્ત ઓપરેશન ગોઠવી વિછીંયા તાલુકા તરવાની ગામે ડફેરોના ઘરોમાં રેડ કરવામાં આવતા સરકારી વાહનો જોઈને ડફેર લોકો નાસી છૂટ્યા હતા વધુ તપાસ કરતા ડફેરોના ઘરમાંથી શિકાર કરવામાં ઉપયોગમાં લેવાતા બે બાઈક મળી આવેલ સાથે એક છરી, ત્રણ ધારિયા અને દસ લીટર દેશી દારૂ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ જપ્ત કરી સાયલા ફોરેસ્ટ દ્વારા ભારતીય વન અધિનિયમ મુજબ વનમાં શિકારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાયલા તાલુકામાં ઘણા સમયથી ગામોમાં સાંજના સમયે ડફેર લોકોની ટુકડી પ્રાણીઓનો શિકાર કરે છે રાત્રે સીમ વિસ્તારમાં કોઈ ન હોય ત્યારે ઇકો કારમાં આવી અને માસ મટન લઈ જાય છે સાયલા અને મૂળી રેન્જના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ ઓપરેશનથી વન્ય પ્રાણીઓનો શિકાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.