કુકાવાવ ખાતે સાર્વજનિક પુસ્તકાલય લાઇબ્રેરી નું લોકાર્પણ કરતા શ્રી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા.... - At This Time

કુકાવાવ ખાતે સાર્વજનિક પુસ્તકાલય લાઇબ્રેરી નું લોકાર્પણ કરતા શ્રી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા….


કુકાવાવ ખાતે સાર્વજનિક પુસ્તકાલય લાઇબ્રેરી નું લોકાર્પણ કરતા શ્રી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા....

મોટી કુકાવાવ માં યુવા ફૌજી સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ની દિર્ધ દ્રષ્ટિએ આવનાર નવી પેઢી અને જનમાનસ કલ્યાણ નાં ભાવો સભર નવી પુસ્તકાલય નું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ તેમજ ગ્રામજનો ની ઉપસ્થિત રહેલી હતી.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ નાની બાળાઓ દ્વારા આવેલ મહેમાનો નું સામૈયું કરવામાં આવેલ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર અને ઢોલ ના ઘબકારે મહેમાનો ને આવકારવામાં આવ્યાં હતાં.શ્રી કૌશિકભાઈ વેકરીયા, જલ્પેશભાઈ મોવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા વગેરે મહાનુભાવો સાથે સુર્યમુખી હનુમાનજી મંદિર નાં મહંત શ્રી ભરતનાથજી દ્વારા રીબીન કાપી લાઈબ્રેરી હોલ ખુલ્લો મૂકવામાં આવેલ હતો.ત્યારબાદ લાયબ્રેરી ના દાતાશ્રીઓ સંજયભાઈ લાખાણી, કુંકાવાવ નગરશેઠ ના દિકરા તરીકે ઓળખાતા વસુભાઈ બાઘુભાઈ કામદાર, નિલેશભાઈ કામદાર, અશોકભાઈ કાનાણી, કેશુભાઈ અરજણભાઇ આસોદરીયા, ભાવેશભાઈ જયંતિભાઈ સોજીત્રા, જીજ્ઞેશભાઈ મનસુખભાઈ આસોદરીયા વગેરે નું તમામ મહેમાનો નું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે પુસ્તક નું બેજોડ જ્ઞાન તેની વૈવિધ્યતાઓ સાથે જીવન ઉપયોગીતાને ધ્યાન માં લઇ પ્રવચનો અપાયાં હતાં.ત્યારે પ્રાસંગિક ઉદબોધન માં શ્રી વેકરીયા એ વાલીઓને ભાર પુર્વક જણાવેલ હતું કે વર્તમાન સમય માં મોબાઈલ ફોન કરતાં તમારાં સંતાનોને લાયબ્રેરી માં સારાં સારાં જ્ઞાન વર્ધક પુસ્તકો પણ વંચાવવાનો આગ્રહ કેળવજો. સાથે વર્ષો થી કામગીરી કરતા કુકાવાવ લાયબ્રેરી સંચાલિકા શ્રી મધુબેન ની શ્રેષ્ઠ કામગીરી ને પણ બિરદાવી હતી.તેમજ પુર્વ સરપંચો અને ગામ ના પુર્વ આગેવાનો ને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવેલ હતાં
"વૈભવી સામાન થી છલકાય છે હર ઓરડા,કોક ખુણામાં કિતાબો આપણી પાસે નથી" -હરજીવન દાફડા નો એક સુંદર શેર રજું કરી સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી નિવૃત્ત કેળવણીકાર શ્રી ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ હતું.
રિપોર્ટ મહેશ ગોંડલિયા કુંકાવાવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.