રામનાથ મંદિરમાં દારૂડિયાની સ્ટાઈલમાં રીલ બનાવી, 3ની ધરપકડ - At This Time

રામનાથ મંદિરમાં દારૂડિયાની સ્ટાઈલમાં રીલ બનાવી, 3ની ધરપકડ


મહાદેવ મંદિરની છત પર ત્રણ અસામાજિક તત્ત્વોએ નશેડીની જેમ નાચી તમામ મર્યાદા ઓળંગી

મંદિરના મુખ્ય સેવકની વ્યથા; અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળી ગયા છીએ, રજૂઆતો કરી છે પણ તંત્ર ધ્યાન દેતું નથી

શહેરના રામનાથ મહાદેવ મંદિરની છત પર મદિરાના નશામાં ચૂર હોય તે રીતે ગીત પર શરાબની બોટલ પીતા અને બોટલ ફોડી નાચતા ત્રણ શખ્સોએ તમામ મર્યાદા પાર કરી દીધી છે. એટલું જ નહીં આ શખ્સોને પોલીસની લેશ માત્ર ફડક ન હોય તેમ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયેલો વીડિયો પોલીસ પાસે પહોંચ્યો છે. પોલીસે વીડિયોમાં ભાન ભૂલેલા ત્રણેય શખ્સ જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુંભારને ઝડપી લીધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.