ગઢડા વિધાન સભા ક્ષેત્ર બેઠક 106 માં વિકાસનાં નામે કરોડો ની બરબાદી... ગટરના પાણી સાફ કરવાનો ' સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ' બંધ હાલતમાં... - At This Time

ગઢડા વિધાન સભા ક્ષેત્ર બેઠક 106 માં વિકાસનાં નામે કરોડો ની બરબાદી… ગટરના પાણી સાફ કરવાનો ‘ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ’ બંધ હાલતમાં…


ગઢડા વિધાન સભા ક્ષેત્ર બેઠક 106 માં વિકાસનાં નામે કરોડો ની બરબાદી... ગટરના પાણી સાફ કરવાનો ' સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ' બંધ હાલતમાં...

ગઢડામાં ધોળિયા ઓટા પાસે વર્ષ 2014-15 માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરોડોના ખર્ચે નવનિર્મિત કરવામાં આવ્યો હતો.! ગઢડા નગરપાલિકા દ્વારા આ પ્લાન્ટ બનાવવા કોન્ટ્રાકટર નિયુક્ત કરી કરોડોના ખર્ચે નિર્માણ પામેલ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છ મહિનામાં બંધ થઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે. છેલ્લા છ વર્ષથી બંધ હાલતમાં રહેલ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે કરોડો રૂપિયા વેડફી નગર પાલિકા નાં હોદ્દેદારોની જાળવણીની આવડતના અભાવે ખંડેર હાલતમાં મુકાય ગયો છે. મજાની વાત એ છે કે ક્રેડિટ લેવામાં પાવરધા આપણા નેતાજી એ કરોડોના ખર્ચે બનેલ આ પ્લાંટનું ફોલોપ લીધું હોત તો આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૬.૫ એમ એલ ડી પાણી ગઢડાની જનતા માટે શુદ્ધ કરી પહોંચાડી શકાત. અનેક રોજગારની તકો પણ મળી શકે. પરંતુ ગઢડા વિધાન સભા ક્ષેત્રની આ કમનસીબી છે..!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.