Stock Market / કડાકા સાથે બંધ થયું શેર બજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડે - At This Time

Stock Market / કડાકા સાથે બંધ થયું શેર બજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડે


Stock Market Closing : ભારતીય શેરબજાર ( Indian Stock Market ) ના રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે. વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Mumbai Stock Exchange) નો સેન્સેક્સ 390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી Nifty) 109 પોઈન્ટ ઘટીને 17,014 પર બંધ થયો હતો.

માર્કેટમાં આજના ટ્રેડિંગ સેશનમાં કુલ 3562 શેરોમાંથી 1309 શેર તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2119 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. 134 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 200 શેર અપર સર્કિટ સાથે અને 180 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયા ઘટીને 269.90 લાખ કરોડ થયું છે.

માર્કેટમાં ડિફેન્સિવ સેક્ટર ગણાતા ફાર્મા સેક્ટર ( Pharma Sector) ના શેરમાં ખરીદી જોવા મળી હતી. મેટલ્સ અને મીડિયા સેક્ટરના શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 16 શેર વધ્યા હતા અને 34 શેર ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર તેજી સાથે અને 22 ઘટાડાની સાથે બંધ થયા હતા.

આજના ટ્રેડિંગ સેશનમાં HCL ટેક 3.19 ટકા, સન ફાર્મા 1.30 ટકા, ડો. રેડ્ડી 0.60 ટકા, રિલાયન્સ 0.37 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.08 ટકા અને નેસ્લે 0.05 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે વિપ્રો 7.03 ટકા, SBI 2.36 ટકા, લાર્સન 1.85 ટકા, ICICI બેન્ક 1.60 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.12 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.